For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાટનગરમાં સરકારી આવાસને ખાલી નહીં કરવાના 120 કિસ્સામાં નોટિસ

Updated: Jan 22nd, 2023


બદલી, નિવૃતિ કે અવસાન બાદ પણ

પાટનગર યોજના વિભાગે કેસ કરવામાં આવ્યાના પગલે સુનાવણીમાં હાજર રહેવાનો ઇવીક્શન કોર્ટે આદેશ કર્યો

ગાંધીનગર :  પાટનગરમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને તેમની કક્ષા પ્રમાણેના આવાસ રહેણાંક સુવિધા માટે ફાળવવામાં આવે છે. પરંતુ બદલી, નિવૃતિ કે અવસાનના કિસ્સામાં તે સમય મર્યાદામાં ખાલી કરી દેવાના હોય છે. આવાસનો અનધિકૃત કબ્જો જાળવી રાખવા બદલ પાટનગર યોજના વિભાગ દ્વારા કેસ કરવામાં આવતાં ઇવીક્શન કોર્ટ દ્વારા આવા ૧૨૦ કિસ્સામાં સુનાવણીમાં હાજર રહેવા જણાવતી નોટિસ ફટકારવામાં આવી છે.

કર્મચારી વર્તુળમાં હંમેશ માટે સરકારી આવાસના સંબંધમાં વિશેષરૃપે બે મુદ્દાની ચર્ચા થતી રહે છે. તેમાં પ્રથમ મુદ્દો ગંભીર બની ચૂક્યો છે, તે એ છે, કે સરકારી આવાસ મળતું નથી. તેમાં હકિકત એવી છે, કે પાટનગરમાં ચાર દાયકા પહેલા બદલવામાંં આવેલાં પૈકીના ૪,૫૦૦ જેટલા આવાસ વપરાશમાંથી બાકાત થઇ ગયાં છે. આ પૈકીના સેક્ડો જર્જરિત, જોખમી અને ભયજનક આવાસ ઉતારી લેવામાં આવ્યા છે અને હજુ મોટી સંખ્યામાં તોડવામાં આવી રહ્યાં છે. ભયજનક આવાસો તોડીને ખુલી કરવામાં આવતી જગ્યામાં નવા પ્લેટ ટાઇપ આવાસો બાંધવાના આયોજન પણ મોટા પાયે કરવામાં આવ્યા છે. પરંતુ આ કામગીરી અત્યત ધીમી ગતિએ ચાલતી હોવાથી મકાન મેળવવા માટેની પ્રતિક્ષા યાદીનો કોઇ અંત જ આવતો નથી. જ્યારે ચર્ચાનો બીજો મુદ્દો બદલી, નિવૃતિ અથવા અવસાનના કિસ્સામાં મકાન ખાલી નહીં કરવાનો અને આવા કિસ્સામાં પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવતા કેસનો રહે છે. તેના ચૂકાદા સંબંધમાં પણ ચર્ચાઓ ચાલતી રહે છે.

સરકારી આવાસના અનધિકૃત કબ્જા સંબંધમાં અનેકવિધ પગલા ભરવાની જોગવાઇઓ કરવા સાથે સરકાર દ્વારા પાટનગર યોજના વિભાગને સત્તાઓ પણ આપવામાં આવી છે. પરંતુ વગ લગાડવાના રાજકારણના કારણે વિભાગે તેમાં પાથી પાની કરવાની થતી હોવાથી વિભાગ દ્વારા ઇવીક્શન કોર્ટમાં કેસ દાખલ કરી દેવામાં આવે છે. આવા ૧૨૦ કિસ્સામાં સુનાવણીમાં હાજર રહેવા માટે કોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

Gujarat