Get The App

અમદાવાદમાં કોરોનાના ૭૭ કેસ નોંધાયા

કોરોનાથી એક પણ દર્દીનું મોત નહીં

Updated: Feb 28th, 2022

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં કોરોનાના ૭૭ કેસ નોંધાયા 1 - image

     

  અમદાવાદ,રવિવાર,27 ફેબ્રુ,2022

અમદાવાદમાં રવિવારે કોરોનાના દૈનિક કેસમાં ૨૧ કેસનો ઘટાડો થતા નવા ૭૭ કેસ નોંધાયા હતા.સતત છઠ્ઠા દિવસે પણ શહેરમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થવા પામ્યુ નહોતું.શહેરના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી રવિવારે ૭૪૧ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૫૮૭૨ લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.૪૯૨ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.૧૫થી ૧૮ વયના બાળકો પૈકી ૨૪૧ બાળકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૧૬૨૬ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.