બિન અનામત નિગમે જ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને છેતર્યાં
- પાટીદાર આંદોલન વખતે સહાનુભૂતિ ને,હવે બધું ભૂલાયું
- રૂા. 7.50 લાખની શૈક્ષણિક લોન માટે મિલકત ગીરો મૂકવાની રહેશે નહીં તેવી જાહેરાત કર્યા બાદ નિયમો બદલી દેવાયા
અમદાવાદ, તા. 3 ફેબ્રૂઆરી, 2020, સોમવાર
પાટીદાર અનામત આંદોલનને થાળે પાડવા રાજ્ય સરકારે બિન અનામત શૈક્ષણિક આિર્થક વિકાસ નિગમની રચી બિન અનામત વર્ગના નબળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન આપવા નકકી કર્યુ હતુ.તે વખતે મોટાઉપાડે રૂા.7.50 લાખ સુધીની લોન માટે કોઇ મિલ્કત ગીરો રાખવાની જરૂર નથી તેવી જાહેરાત કરાઇ પણ નિગમે આ બધુય ભુલીને નિયમો બદલી નાંખ્યા હતાં પરિણામે બિન અનામત વર્ગના ગરીબ અને આિર્થર રીતે નબળા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયાં છે.
એટલું જ નહીં, તેમની શૈક્ષણિક કારર્કિદી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. જેમની પાસે ઘરનુ ઘર ય નથી તેવા વિદ્યાર્થીઓની તો કફોડી દશા થઇ છે. વિદ્યાર્થીઓએ હવે બિન અનામત વિકાસ નિગમના આડોડાઇ સામે હાઇકોર્ટના દ્વાર ખખડાવવા તૈયારીઓ કરી છે.
પાટીદારોએ અનામતની માંગ સાથે આંદોલન કર્યુ હતુ જેને થાળે પાડવા રાજ્ય સરકારે બિન અનામત શૈક્ષણિક-આિર્થક વિકાસ નિગમ રચી મોટી મોટી જાહેરાતો કરીને બિન અનામત વર્ગના ગરીબ-આિર્થક રીતે નબળાં વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવવામાં આવી હતી. તે વખતે નિગમે રૂા.7.50 લાખ સુધીની શૈક્ષણિક લોનમાં માત્ર બે સધૃધર જામીન આપવા નક્કી કર્યુ હતું. નિગમની વેબસાઇટ પર સત્તાવાર રીતે જણાવાયું હતું.
વિદ્યાર્થીઓની રજૂઆત છેકે, અત્યાાર સુધીમાં આખાય રાજ્યમાં બિન અનામત વર્ગના 154 વિદ્યાર્થીઓએ શૈક્ષણિક લોન માટે અરજીઓ કરી હતી. આ પૈકી કેટલાંક ગરીબ-આિર્થક રીતે નબળાં વિદ્યાર્થીઓ પાસે તો મિલ્કત તો ઠીક,ઘરના ઘર ય નથી. આમ છતાંય 134 વિદ્યાર્થીઓ મિલ્કતો ગીરો મૂકીને લોન લેવા મજબૂર બન્યા હતાં. નિગમે ઠરાવ કરીને રૂા.7.50 લાખથી નીચેની રકમની લોન લેવી હોય તો પણ મિલ્કત ગીરો મૂકવા નક્કી કર્યુ હતું. નિગમે એવો બચાવ કર્યો છેકે, અન્ય નિગમોમાં ય લોન માટે આ નિયમો છે.
કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો હતોકે, અનામત આંદોલન વખતે સરકારે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે સહાનુભૂતિ દેખાડી હતી અને હવે બધુ ભુલાઇ ગયું છે. ટૂંકમાં આ લોલીપોપ જ હતી. રાજ્ય સરકાર-બિનઅનામત વિકાસ નિગમે ગુજરાત વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી છે. નિગમની સત્તાવાર વેબસાઇટ પર લખેલુ છેકે, મિલ્કત પર બોજો નહી લેવાય. પછી રાતોરાત નિયમો બદલવાનુ કારણ શું. આ તરફ, બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં નિગમ વિરૂધૃધ રીટ કરવા તૈયારીઓ કરી છે.