અમદાવાદ,ગુરુવાર,20
જાન્યુ,2022
અમદાવાદમાં ગુરુવારે કોરોનાના રેકોર્ડ બ્રેક ૯૮૩૭ નવા કેસ
નોંધાવાની સાથે સાત દર્દીના મોત થવા પામ્યા હતા.૩૬૬૪ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ
આપવામાં આવ્યો હતો.મ્યુનિ.તંત્ર દ્વારા નવા ૪૧ કોરોના સંક્રમિત સ્થળ
માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.સાઉથ બોપલ ઉપરાંત સેટેલાઈટ,નવરંગપુરા,આંબાવાડી તેમજ
બોડકદેવ સહિતના ૨૩ સંક્રમિત સ્થળનો નવા માઈક્રોકન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ
કરાયો હતો.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના ૧૧૪ દર્દી સારવાર હેઠળ છે.આ દર્દી પૈકી
૪૫ દર્દી ઓકિસજન અને આઈ.સી.યુ.બેડ ઉપર સારવાર હેઠળ છે.
શહેરમાં ૨૪ કલાકમાં બુધવારની સરખામણીમાં ગુરુવારે ૧૪૪૬ કેસ
વધતા કોરોનાના કેસોએ નવી સપાટી બનાવી હતી.બુધવારે શહેરમાં ૮૩૯૧ કેસ અને છ દર્દીના
મોત નોંધાયા હતા.દક્ષિણ-પશ્ચિમ ઝોનના દસ,
પૂર્વ ઝોનમાં ત્રણ ઉપરાંત દક્ષિણ ઝોનમાં ૧૨ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં
મુકવામાં આવ્યા હતા.પશ્ચિમ ઝોનમાં ૧૦ જયારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ત્રણ સ્થળ
માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.મધ્યઝોનમાં બે અને ઉત્તર ઝોનના એક સ્થળને
માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.સાઉથ બોપલ ઉપરાંત સેટેલાઈટ સહિતના વિસ્તારમાં
સંક્રમણનો વ્યાપ વધવા પામ્યો છે.એસ.વી.પી.હોસ્પિટલમાર્દર્દીની સંખ્યા વધી
છે.બુધવારે ૧૦૪ પૈકી ૩૬ દર્દી ઓકિસજન અને આઈસીયુમાં હતા.ગુરુવારે ૧૧૪ પૈકી ૪૫
દર્દી ઓકિસજન અને આઈસીયુમાં સારવાર હેઠળ છે.
દક્ષિણ ઝોનમાં આવેલા મણિનગર,ભૈરવનાથ,વટવા
ઉપરાંત નારોલ , ખોખરા,ઘોડાસર અને
દાણીલીમડામાં કોરોનાના કેસ વધતા નવા દસ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં
આવ્યા છે.પશ્ચિમના આંબાવાડી,નવરંગપુરા, સાબરમતી, મોટેરા અને રાણીપ
વિસ્તારમાં મોટી સંખ્યામાં નવા કેસ નોંધાતા પશ્ચિમ ઝોનમાં નવા દસ સ્થળ
માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.ઉત્તર-પશ્ચિમ ઝોનના સાયન્સ સિટી,બોડકદેવ અને
ગોતામાં સંક્રમણ વધતા નવા ત્રણ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા
હતા.કુલ ૧૩૧ સ્થળ શહેરમાં એકિટવ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ છે.
અમદાવાદમાં કોરોનાના ૩૧ હજારથી વધુ એકિટવ કેસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુધવારે અમદાવાદ
શહેરમાં કોરોનાના ૨૫ હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.ગુરુવારની સ્થિતિએ
શહેરમાં કુલ ૩૧૮૭૦ એકિટવ કેસ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.શહેરમાં
પહેલી જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધીમાં કોરોનાના ૧૮,૨૧૨ કેસ નોંધાવા
પામ્યા હતા.
૨૬૫૪૯ લોકોને કોરોના વેકિસન અપાઈ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુરુવારે શહેરના તમામ રસીકરણ
કેન્દ્રો ઉપરથી ૬૧૮૨ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ, ૧૩૧૯૩ લોકોને બીજો ડોઝ અને ૭૧૭૪ લોકોને રસીનો પ્રિકોશન ડોઝ
મળી ૨૬૫૪૯ લોકોને રસી આપવામાં આવી હતી.૧૫ થી ૧૮ વર્ષની વયના ૨૬૧૦ બાળકોને કોરોના
વેકિસન આપવામાં આવી હતી.
અમદાવાદમાં 20 જાન્યુઆરી સુધી કોરોનાની સ્થિતિ
તારીખ કુલ કેસ ડિસ્ચાર્જ મોત
૧ ૫૫૯ ૨૫ ૦૦
૨ ૩૯૬ ૪૩ ૦૦
૩ ૬૩૧ ૩૨ ૦૦
૪ ૧૨૯૦ ૬૧ ૦૦
૫ ૧૬૩૭ ૫૨ ૦૦
૬ ૧૮૩૫ ૫૪૧ ૦૦
૭ ૨૨૮૧ ૫૮૦ ૦૦
૮ ૨૫૨૧ ૫૫૯ ૦૦
૯ ૨૪૮૭ ૩૯૬ ૦૦
૧૦ ૧૮૯૩ ૬૩૧ ૦૦
૧૧ ૨૮૬૧ ૧૨૯૦ ૦૦
૧૨ ૩૮૪૩ ૧૬૩૭ ૦૦
૧૩ ૩૬૭૩ ૧૮૧૮ ૦૧
૧૪ ૩૦૯૦ ૨૨૯૭ ૦૦
૧૫ ૨૬૨૧ ૨૪૮૧ ૦૨
૧૬ ૩૨૬૪ ૨૪૭૪ ૦૨
૧૭ ૪૩૪૦ ૧૯૨૧ ૦૧
૧૮ ૫૯૯૮ ૨૮૪૬ ૦૩
૧૯ ૮૩૯૧ ૩૮૩૨ ૦૬
૨૦ ૯૮૩૭ ૩૬૬૪ ૦૭


