Updated: May 2nd, 2020
અમદાવાદ,શનિવાર
અમદાવાદના રસ્તા
પર ગાયો વચ્ચોવચ્ચ અડીંગો જમાવીને બેઠી હોય તેવા દ્રશ્યો સામાન્ય છે. પરંતુ લોકડાઉનને
પગલે અમદાવાદના રસ્તા પર હવે સુખદ આશ્ચર્ય તરીકે નીલ ગાય પણ જોવા મળી રહી છે. સામાન્ય
દિવસોમાં ટ્રાફિકથી ધમધમતા સીજી રોડ, વિજય ચાર રસ્તા જેવા રોડ પર શનિવારે નીલ ગાય દોડતી
જોવા મળી હોય તેવા દ્રશ્યો વાયરલ થયા છે.
નીલ ગાય સામાન્ય
રીતે જંગલ-ગ્રામ્ય કે ભાગોળ વિસ્તારમાં જ જોવા મળતી હોય છે. જોકે, લોકડાઉનને પગલે સૂમસામ
બનેલી અમદાવાદની સડકો પર નીલ ગાય બિન્ધાસ્ત લટાર મારતા જોવા મળી હતી. તજજ્ઞાોના મતે
હાલ રસ્તામાં વાહનો નહિવત્ થઇ ગયા હોવાથી નીલ ગાય અમદાવાદ સુધી પહોંચી આવે તેવું બની
શકે છે. અમદાવાદ શહેરના રસ્તા પર નીલ ગાય આ રીતે જોવા મળી હોય તેવું વર્ષો બાદ બન્યું
છે.
ઉલ્લેખનીય છે
કે, ૨૫ માર્ચથી જારી કરવામાં આવેલા લોકડાઉન બાદ પ્રદૂષણના પ્રમાણમાં પણ ભારે ઘટાડો
નોંધાયો છે. અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ
સરેરાશ ૩૦૦ની આસપાસ રહેતી તે હવે ૭૫ થી ૮૦ થઇ ગઇ છે. આ ઉપરાંત સાબરમતીનું પાણી પણ ખૂબ
જ ચોખ્ખું થઇ ગયું છે.