(પ્રતિનિધિ તરફથી ) અમદાવાદ,સોમવાર
નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલ દિલ્હીએ પારસોલી મોટર્સ વર્ક્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા બીએમડબ્લુ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને બીએમડબ્લ્યુ ઇન્ડિયા ફાઈનાન્સિયલ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ સામે કરેલી ફ્રોડની અરજીને નવેસરથી સાંભળીન ેતે અંગે ચૂકાદો આપવાનો અમદાવાદ એનસીએલટીને ઓર્ડર કર્યો છે.
પારસોલી મોટર વર્ક્સ પ્રાઈવેટ લિમિટેડે ગુજરાત માટે બીએમડબ્લ્યુી ડીલરશીપ લીધી હતી.દર વરસે ડીલરશીપ એગ્રીમેન્ટ રિન્યુ કરાતો હતો. તેમને વાર્ષિક ટાર્ગેટ પણ આપવામાં આવતા હતા. ૨૦૦૭થી ૨૦૧૪ સુધી પારસોલીએ તેમને આપવામાં આવેલા ટાર્ગેટ પૂરા કર્યા હતા. આ માટે બીએમડબ્લ્યુ ઇન્ડિયાએ પારસોલીને એવોર્ડ પણ આપ્યા હતા.પારસોલીના એડવોકેટ અર્જુન શેઠનું કહેવું છે કે ૨૦૧૭ સુધી ડીલરશીપ રિન્યુ થઈ હતી. ૨૦૧૫માં ગુજરાતમાં વેલ્યુ એડેડ ટેક્સના સ્ટ્રક્ચરમાં ફેરફાર આવતા મોટર પરનો વેટ ૨૦ ટકા થઈ ગયો હતો. તેથી અમદાવાદ ગુજરાતમાં બીએમડબ્લ્યુની ઇન્ક્વાયરી કર્યા બાદ કસ્ટમર્સ અન્ય રાજ્યમાંથી એટલે કે પૂણે, દિલ્હી કે અન્ય સ્થળેથી કાર ખરીદી લેતા હતા. તેને પરિણામે એરિયા બહારના ડીલરો અન્ય એરિયામાં બીએમડબ્લુય વેચતા થયા હતા.
બીએમડબ્લ્યુઅ દરેક ડીલરને તેમની ટેરટરી એટલે કે એરિયા ઓફ ઓપરેશન આપેલો હતો. પરિણામે અરજદારનો બિઝનેસ તૂટી ગયો હતો અન ેતે ટાર્ગેટ પ્રમાણે કાર વેચી શક્યો નહોતો. તેથી બીએમડબલ્યુની એરિયા ઇન્ફ્રિન્જમેન્ટની પોલીસીનો ભંગ થતો હોવાની ફરિયાદ ગુજરાતની ડીલરશીપ તરફથી કરવામાં આવી હતી. આ તબક્કે બીએમડબ્લ્યુએ બહારના ડીલર થકી ગુજરાતમાં વેચાયેલી બીએમડબ્લ્યુ કાર પરનો નફો ગુજરાતના ડીલરને આપવાની લેખિતમાં બાંયધરી આપી હતી. આ રીતે અંદાજે રૃા.૧૧૦ કરોડનો નફો આપવાનો થતો હતો. આ પ્રકારે લેખિત ખાતરી આપ્યા બાદ ગુજરાતમાં સુરત, રાજકોટ અને અમદાવાદમાં નવા શૉ રૃમ્સ કરાવી રૃા. ૨૮ કરોડનું નવું રોકાણ કરાવ્યું હતું.
નવું રોકાણ કરાવ્યા બાદ બીએમડબ્લ્યુ મોટર્સે ૧૧૦ કરોડનો નફો આપ્યો નહિ. ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી નફો ન આપ્યો તેથી પારસોલીનું નુકસાન દેખાવા માંડયું. નુકસાન દેખાવા માંડયો એટલે નફો આપવાને બદલે બીએમડબ્લ્યુએ પારસોલી ઇન્સોલ્વન્સી-નાદારીની પીટીશન કરી દીધી અને ડીલરશીપ પણ પાછી ખેંચી લીધી. આ ઇન્સોલ્વન્સી પીટીશન સામે ગુજરાતના ડીલરે વિરોધ નોંધાવ્યોો.
ગુજરાતના ડીલર તરફથી બીએમડબ્લ્યુની પીટીશન ફ્રોડયુલન્ટ પીટીશન હોવાની સેક્શન ૬૫ હેઠળ વળતી પીટીશન કરવામાં આવી હતી. નવેમ્બર ૨૦૧૭માં થયેલી અરજીનો અમદાવાદ ટ્રિબ્યુનલે જૂન ૨૦૨૦માં ચૂકાદો આપ્યો પણ ગુજરાતના ડીલરની એક પણ દલીલને ગ્રાહ્ય રાખી નહોતી અને કલમ ૬૫ની અરજી કાઢી નાખી હતી. તેથી ગુજરાતના ડીલરે તેમને વાજબી રીતે સાંભળીને ન્યાય આપ્યો નથી. તેમ જણાવતી એક અરજી નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલમાં કરી હતી. નવેસરથી સાંભળવા કે સુનાવણી કરવા માટે અમદાવાદ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલમાં રિમાન્ડ કરો. આ અપીલને નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલે ગ્રાહ્ય રાખીને અમદાવાદ ટ્રીબ્યુનલને તેને અંગે બરાબર સુનાવણી કરીને ચૂકાદો આપવાનો ઓર્ડર કર્યો છે.


