Get The App

નવલખી રેપ કેસના આરોપીઓએ ડોકટર સમક્ષ ગુનો કર્યાનું કબૂલ્યું

આરોપીઓની મેડિકલ તપાસ કરનાર ડોકટરની અદાલતમાં જુબાની લેવાઈ

Updated: Feb 10th, 2020

GS TEAM

Google News
Google News
નવલખી રેપ કેસના આરોપીઓએ ડોકટર સમક્ષ ગુનો કર્યાનું કબૂલ્યું 1 - image

 વડોદરા,સોમવાર

નવલખી ગેંગરેપ કેસની ટ્રાયલ દરમિયાન આરોપીઓની ધરપકડ પછી તેમની શારિરિક તપાસ કરનાર ડોક્ટરની જુબાની લેવામાં આવી આવી હતી. આરોપીઓએ જે તે સમયે ડોકટર સમક્ષ વર્ણવેલી ગુનાની વિગત  પણ ડોક્ટરે અદાલત સમક્ષ જણાવી હતી.

નવલખી કંપાઉન્ડમાં પોતાના બોયફ્રેન્ડ સાથે બેસેલી ૧૪ વર્ષની કિશોરીને બે હવસખોર યુવકો ઝાડી- ઝાંખરા જેવા જંગલ વિસ્તારમાં ખેંચી ગયા હતા. અને વારફરતી દુષ્કર્મ આચર્યુંહતુ.

આ ગુનામાં ક્રાઈમ બ્રાંચે બે આરોપી કિશન કાળુભાઈ માયાસુરિયા અને જસો વનરાજભાઈ સોલંકીને એરેસ્ટ કર્યા હતા. બંને આરોપી સામે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ પોક્સો કોર્ટમાં સ્પેશ્યલ જજ અને અધિક સેસન્સ જજ આર.ટી.પંચાલ સમક્ષ કેસની ઝડપી ટ્રાયલ ચાલી રહી છે. આજે કેસની મુદ્દત દરમિયાન બંને આરોપીઓની મેડિકલ તપાસ કરનાર ડો. કવિતા ભંડારીની જુબાની લેવામાં આવી હતી. આરોપીઓએ જે તે સમયે ડોકયર સમક્ષ વર્ણવેલી  બનાવની વિગત  કે જેમાં ગુનો કઈ રીતે કર્યા તેનો ઉલ્લેખ  હતો તે વિગતો આજે ડોકટરે અદાલત સમક્ષ જણાવી હતી. સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રવિણ ઠક્કરે પૂછેલા પ્રશ્નમાં ડોકટરે  ફરિયાદ પક્ષને સમર્થન કરતી જુવાની આપી હતી. આરોપીઓને જે તે સમયે શરીરના હાથ, બાવડા અને પગ પર થયેલી ઈજાઓ ઝાડી ઝાંખરાવાળા રોડ પર જવાની થઈ હોવાની શક્યતા જણાવીહતી. તેમજ આરોપીઓને આ ઈજા ૧૦ થી ૧૨ દિવસ જૂની હોવાનું પણ જણાવ્યું હતુ. જે બનાવના સમયને પણ સમર્થન આપે છે. હવે આ કેસની આગામી મુદ્દત ૧૫ મી તારીખે છે. જે દિવસે સર્જરી વિભાગના ડોકટર અભયની જુબાની લેવાશે.

વધુમાં આરોપીઓના નમૂના એફએસએલ પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા. તેને પણ ડોકટર ભંડારીએ સમર્થ આપ્યું હતુ.

Tags :