વડોદરામાં પશુ અધિકાર કાર્યકરો દ્વારા રાષ્ટ્રીય પશુ અધિકાર દિવસ ઉજવાયો
National Animal Rights Day : પશુ અધિકાર કાર્યકરો દ્વારા બેંગ્લોર, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, સુરત, ઈન્દોર, આગ્રા, જબલપુર, અમદાવાદ, વડોદરા, લખનૌ, રાજકોટ, કાનપુર, કોલકાતા, ચેન્નાઈ, પુણે અને મંડલા સહિત અન્ય સ્થળોએ રાષ્ટ્રીય પશુ અધિકાર દિવસની ઉજવણી કરી હતી. કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ પાસે કાર્યકરોએ એકત્રિત થઈને પ્રાણીઓના અધિકાર માટે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યકરોએ જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય આપણી પૃથ્વી માટે જે ખતરો ઉભો કરે છે તેના તરફ લોકોનું ધ્યાન દોરવાનો છે. પ્રાણીઓનું શોષણ અને તેની સાથે કરાતા દુર્વ્યવહાર સામે ઊભા રહેવામાં લોકો અમને સહયોગ આપે. જે પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. કાર્યકરોએ પ્રાણીઓના અધિકારોને પ્રદર્શિત કરતા પોસ્ટર પણ પ્રદર્શિત કર્યા હતા.