Gujarat

આર્કિટેકચર કોર્સમાં પ્રવેશ માટેની NATA આ વર્ષે ત્રણ વાર લેવાશે

By GS Team
23 Mar 20221 min read
This article was originally published on 23 Mar 2022
આર્કિટેકચર કોર્સમાં પ્રવેશ માટેની NATA  આ વર્ષે ત્રણ વાર લેવાશે

અમદાવાદ

ધો.૧૨ પછીના બેચલર ઓફ આર્ટિકેચરમાં પ્રવેશ માટેની નાટા ( નેશનલ એપ્ટિટયુડ ટેસ્ટ ઈન આર્કિટકેચર) આ વર્ષે ત્રણ વાર લેવાશે. આર્કિટેકચર કાઉન્સિલ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ૧૨ જુન ,૩ જુલાઈ અને ૨૪ જુલાઈએ પરીક્ષા લેવાશે.

પાંચ વર્ષ માટેના ઈન્ટિગ્રેટેડ બેચલર ઓફ આર્કિટેકચર કોર્સમાં પ્રવેશ માટે નાટા પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે અને કાઉન્સિલ ઓફ આર્કિટેકચર દ્વારા દર વર્ષે આ પરીક્ષા લેવામા આવે છે.ગત વર્ષ સુધી આ પરીક્ષા બે વાર લેવાતી હતી પરંતુ આ વર્ષે ત્રણ વાર લેવાશે.કાઉન્સિલે આ વર્ષે ત્રણવાર પરીક્ષા લેવાનું જાહે કર્યુ છે.

જે મુજબ ૧૨,જુન, ૩ જુલાઈ અને ૨૪ જુલાઈએ પરીક્ષા લેવાશે .જેમાં બે-બે સેશનમાં પરીક્ષા લેવાશે. હજુ સુધી નાટા-૨૦૨૨ માટેનું રજિસ્ટ્રેશન શરૃ થયુ નથી.કાઉન્સિલ દ્વારા નાટા પોર્ટલ ટૂંક સમયમા શરૃ કરાશે.