Get The App

ઇશનપુરના ખેતરમાં ડ્રોન દ્વારા નેનો યુરિયાના ખાતરનો છંટકાવ કરાયો

Updated: Aug 5th, 2022

GS TEAM

Google News
Google News
ઇશનપુરના ખેતરમાં ડ્રોન દ્વારા નેનો યુરિયાના ખાતરનો છંટકાવ કરાયો 1 - image


ડ્રોનથી છંટકાવ માટે ખેડૂતને આથક સહાય મળશે

જિલ્લા દીઠ બે-ત્રણ ગામના ક્લસ્ટર બનાવીને ૪૮ હજાર એકરમાં છંટકાવ થશે ઃ ૩૫ કિસાન કા વિમાન ડ્રોન ખરીદાયા

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લો ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો. જેમાં મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરીને ઇસનપુર મોટા ગામના એક ખેતરમાં ડ્રોનથી નેનો યુરિયા ખાતરનો છંટકાવ કરાયો હતો. અધિકારી સુત્રોએ કહ્યું કે જિલ્લા દીઠ બે-ત્રણ ગામના ક્લસ્ટર બનાવીને ૪૮ હજાર એકરમાં ડ્રોનથી ખાતરનો છંટકાવ કરાશે અને તેના માટે ૩૫ કૃષિ વિમાન ડ્રોન ખરીદાયા છે. ડ્રોનથી નેનો યુરિયાના છંટકાવ માટે ખેડૂતને આથક સહાય પણ અપાશે.

છ પાંખવાળા કૃષિ વિમાનથી આજે ઇસનપુર મોટાના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ કરાયો હતો. ડ્રોનની નીચે સ્પ્રિન્કલર છે, જેમાંથી પ્રવાહી યુરિયાનો સ્પ્રે થાય છે. તેમાં ૧૨ લિટર ક્ષમતા વાળી ટેન્ક છે. એક એકર જમીન માટે ૧૦ લિટર પાણીમાં ૫૦૦ મિ.લિ. નેનો યુરિયા જોઈએ. જે ડ્રોનની ટેન્કમાં ભરવાનું રહે છે. કૃષિ વિમાનમાં અત્યંત સંવેદનશીલ સેન્સર હોવાથી ખેતરમાં કોઈ મોટું વૃક્ષ કે વીજળીનો થાંભલો કે વાયર જેવી કોઈ વસ્તુ ડ્રોનના માર્ગમાં આવે તો ઓપરેટરે કાળજી લેવાની જરૃર નહીં, ડ્રોનના સેન્સર પોતાની મેળે માર્ગ કરી લેશે અને પદાર્થ સાથે અથડાયા વિના ડ્રોન માર્ગ કાઢી લેશે. ડ્રોનમાં આટોમેટીક મેપિંગ છે. એક વખત ખેતરનો નકશો ડ્રોનમાં અંકિત કરી દેવાથી ડ્રોન આટોમેટિક જ ખેતર જેટલા વિસ્તારમાં જ દવાનો છંટકાવ કરશે. તેની બેટરી ૧૫ થી ૧૭ મિનિટ ચાલે છે અને એક એકરમાં છંટકાવ કરવામાં ૧૦ મિનિટ લાગશે.

રાજ્ય સરકાર ખેડૂતોને નેનો યુરિયાના ડ્રોનથી છંટકાવ માટે ૯૦ ટકા આથક સહાય આપશે. ઇફકો દ્વારા રાજ્ય માટે ૩૫ ડ્રોન ખરીદાયા છે અને ઇફકો કલોલ ખાતે ફિલ્ડ સ્ટાફ અને ડ્રોન પાયલોટને તાલીમ આપી દેવામાં આવી છે. નેનો યુરિયાનો ડ્રોનથી છંટકાવની યોજનાનો લાભ લેવા ખેડૂતોએ વ્યક્તિગત  ૈ-ંરીગેા (આઇ- ખેડૂત પોર્ટલ) પર આનલાઈન અરજી કરવાની રહેશે.

Tags :