વડોદરા: સવાદ ક્વાટરસ માંથી માતા-પુત્રીના નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યા
વડોદરા,તા. 15 મે 2021,શનિવાર
વડોદરા શહેરના હરણી સંગમ ચાર રસ્તા પાસે આવેલી સવાદ ક્વાટર્સ માં માતા અને પુત્રીની નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા સવાદ કોટર્સમાં મકાન નંબર 161માં રહેતા માતા તારાબેન પવાર (ઉંમર 65) અને પુત્રી અરૂણાબેન પવાર (ઉંમર 40)ની નગ્ન અવસ્થામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
માતા અને પુત્રીની ચાર દિવસથી નગ્ન હાલતમાં મૃતદેહ પડી રહ્યા હતા પરંતુ આજુબાજુના લોકોને કોઈ જાણકારી હતી નહીં પરંતુ ચાર દિવસ બાદ ભારે દુર્ગંધ ફેલાતા લોકોએ 108 અને પોલીસને જાણ કરી હતી જેથી વારસિયા પોલીસના પી.આઈ કે.એ.એન લાઠીયા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી હતી.
મકાનમાં રેડિયો અને પંખો ચાલુ હોય જેથી ચાર દિવસ સુધી સ્થાનિકોને બનાવ અંગે જાણ થઈ ન હતી પરંતુ આજે તીવ્ર દુર્ગંધ ફેલાતાં સ્થાનિકોએ તપાસ કરતાં નગ્ન અવસ્થામાં માતા પુત્રીની લાશ મળી આવી હતી માતા-પુત્રી એકલવાયુ જીવન જીવતા હોવાની માહિતી જાણવા મળી છે સ્થાનિકોએ આ અંગેની જાણ 108 એમ્બ્યુલન્સને કરી હતી દરમિયાન પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
તેમના પરિવારના એક મહિલા સભ્ય હરણી પોલીસ મથકમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા હોવાની માહિતી જાણવા મળી છે.