એમ.એસ.યુનિ. દ્વારા વિવિધ દેશોની સાત યુનિવર્સિટીઓ સાથે એેમઓયુ
વડોદરા,તા.9.જાન્યુઆરી,2020, ગુરુવાર
એમ.એસ.યુનિવર્સિટી દ્વારા વિદેશી યુનિવર્સિટીઓ સાથે સહકાર વધારાવના ભાગરુપે આજે એક સાથે ૭ વિદેશી યુનિવર્સિટી સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા.
આ સાત યુનિવર્સિટીઓમાં અમેરિકાની બે, સ્પેઈનની એક, ફ્રાન્સની એક, ફિનલેન્ડની એક, પોર્ટુગલની એક અને ચીનની એક યુનિવર્સિટીનો સમાવેશ થતો હતો.
આ તમામ યુનિવર્સિટીઓ સાથે એમ.એસ.યુનિવર્સિટીની સબંધિત ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોનો એક્સચેન્જ પ્રોગ્રામ, સંયુક્ત રિસર્ચ, વર્કશોપ, સેમિનાર જેવી એક્ટિવિટી હાથ ધરવામાં આવશે.યુનિવર્સિટીએ ચીનની કોઈ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યુ હોય તેવુ પહેલી વખત બન્યુ છે.
વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસ અને ઈન્ટરનેશનલ અફેર્સ સેલનુ સંચાલન કરતા અધ્યાપકો તેમજ વિવિધ ફેકલ્ટીડીન્સની હાજરીમાં એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા.આ પૈકીની કેટલીક યુનિવર્સિટીઓના પ્રતિિધિઓ સાથે ઓનલાઈન એમઓયુ સાઈન કરાયા હતા.ઈન્ટરનેશનલ અફેર્સ સેલના ડેપ્યુટી ડાયરેક્ટર વનિશા નામ્બિયારે જણાવ્યુ હતુ કે, હાલમાં એમ.એસ.યુનિવર્સિટીના ૩૩ વિદેશી યુનિવર્સિટી સાથે એમઓયુ થયેલા છે.જેમાં હવે બીજી ૭ યુનિવર્સિટીઓનો ઉમેરો થયો છે.
કઈ યુનિવર્સિટી સાથે કઈ ફેકલ્ટીનુ એમઓયુ
યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા(અમેરિકા)નુ સાયન્સ ફેકલ્ટી સાથે
સેન્ટ ક્લાઉડ સ્ટેટ યુનિવર્સિટી ઓફ મિનેસોટા(અમેરિકા)નુ ટેકનોલોજી ફેકલ્ટી સાથે
યુનિવર્સિટી ઓફ વિગો(સ્પેન)નુ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટી સાથે
ઈકોલે નેશનલ ડેસ બ્યુક્સ-આર્ટસ(ફ્રાન્સ) ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ સાથે
ઈન્સ્ટિટયુટ ઓફ સુપિરિયર ટેકનોલોજી( પોર્ટુગલ) ટેકનોલોજી ફેકલ્ટી સાથે
એરબોનોટ લિમિટેડ(ફિનલેન્ડ)નુ સાયન્સ ફેકલ્ટી સાથે
લિયુઝોવ વોકેશનલ એન્ડ ટેકનિકલ કોલેજ(ચીન)નુ ટેકનોલોજી ફેકલ્ટી સાથે