Get The App

વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં સર્વે દરમિયાન 32296 ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળ્યા

Updated: Oct 29th, 2021

GS TEAM

Google News
Google News
વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં સર્વે દરમિયાન 32296 ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળ્યા 1 - image


- જિલ્લામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના 573 કેસ નોંધાયા 

વડોદરા,તા.29 ઓક્ટોબર 2021,શુક્રવાર

વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રે ત્રણ રાઉન્ડમાં મચ્છર નિયંત્રણ અભિયાન હાથ ધર્યું હતું.વાહકજન્ય રોગો જેમકે ડેન્ગ્યુ,મેલેરિયા અને ચિકનગુનિયાના નિયંત્રણ માટે સમયસર નિદાન અને વહેલી સારવાર મળે તથા ,પ્રત્યેક ઘરની મુલાકાત લઈને મચ્છરના સંભવિત ઉત્પત્તિ સ્થાનો શોધીને પોરાનાશક  કામગીરી કરવી જરૂરી રહે છે.

સર્વેક્ષણ દરમિયાન 32296 જેટલાં ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવતાં પોરાનાશક કામગીરી કરી લોકોને મચ્છર ઉત્પત્તિની શક્યતા અટકાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 15 લાખ થી વધુ વસતી અને 3 લાખથી વધુ ઘરોને આવરી લઈને આ વ્યાપક કામગીરી કરવામાં આવી છે. 41.11 લાખથી વધુ પાણી ભરવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં માટલા, કુંડીઓ, પીપ, બાલદી જેવા પાત્રોની તપાસ કરીને, 56 હજાર થી વધુ મચ્છર ઉત્પાદન સ્થળોને સલામત બનાવવામાં આવ્યા હતા. ઘર તપાસ દરમિયાન મળી આવેલા તાવના કેસોમાં લેબોરેટરી તપાસ માટે 15920 લોકોના લોહીના નમૂના લઇને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં ડેન્ગ્યુના 375, ચિકનગુનિયાના 171 અને મલેરિયાના 27 પોઝિટિવ કેસો નોંધાયા છે.

Tags :