Get The App

મમ્મી.. મમ્મી...ના પોકાર કરતી પરણિતાએ લુણા ગામની કેનાલમાં ઝંપલાવ્યું

Updated: Feb 15th, 2019

GS TEAM


Google News
Google News
મમ્મી.. મમ્મી...ના પોકાર કરતી પરણિતાએ લુણા ગામની કેનાલમાં ઝંપલાવ્યું 1 - image

વડોદરા તા .15 ફેબ્રુઆરી 2019 શુક્રવાર 

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા લુણા ગામે આજે બપોરે એક પરણિતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવતા તેની શોધખોળ માટે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી.

 લુણા ગામે રહેતી પરણિતા પોતાના દોઢ માસના સંતાનને ઘરે છોડી કેનાલ તરફ આવી હતી અને મમ્મી મમ્મી... ની બૂમો પાડી કેનાલ તરફ દોટ મૂકી અંદર ઝંપલાવી દીધું હતું.

બનાવને નજરે જોનાર કેટલાક કિશોરો ગભરાઈ ગયા હતા અને તેમણે ગ્રામજનોને જાણ કરતા ટોળા જામ્યા હતા.પરણીતાના સાસરિયા પણ દોડી આવ્યા ત્યારે કેનાલ પાસે યુવતીનો દુપટ્ટો જોવા મળ્યો હતો.

સ્થાનિક યુવકોએ કેનાલમાં શોધખોળ કરી હતી પરંતુ યુવતીનો કોઈ પત્તો નહી લાગતા આખરે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી.ફાયરબ્રિગેડના લાશ્કરોએ બેથી અઢી કિ.મી વિસ્તાર ફેંદી કાઢ્યો હતો પરંતુ યુવતીના કોઈ સગડ મળ્યા ન હતા અને સાંજે શોધખોળ પડતી મૂકાઈ હતી.

Tags :