Get The App

ધારાસભ્ય પબુભા માણેક અને અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવો

- કોંગ્રેસના નેતાઓએ વિધાનસભાના અધ્યક્ષ ને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરી

- સરકારના ઈશારે અધ્યક્ષ કામ કરતા હોવાનો આક્ષેપ

Updated: May 8th, 2019

GS TEAM


Google News
Google News
ધારાસભ્ય પબુભા માણેક અને અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવો 1 - image

ગાંધીનગર, તા. 08 મે 2019, બુધવાર

ભાજપના ધારાસભ્ય પબુભા માણેક અને કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આજે સચિવાલયમાં જઈ વિધાનસભા ના અધ્યક્ષ સમક્ષ રૂબરૂ માગણી કરી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા દંડક અને ઉપનેતા સહિતના લગભગ ૨૦ થી વધુ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રૂબરૂ મળ્યા હતા તેઓએ સતત એક કલાક સુધી ઉગ્ર રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય પબુભા માણેકનું ઉમેદવારી પત્ર હાઈકોર્ટે રદ કર્યું છે. જે સ્વીકારવા પાત્ર ન હતું તેવું ઠેરવ્યું છે. હાઈકોર્ટે તેમની ચૂંટણી રદ કરી છે. જેની સામે તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. આખરી સુનાવણી સપ્ટેમ્બર 2019માં થશે. પરંતુ હાઈકોર્ટના ચુકાદા મુજબ પબુભા માણેકનું ધારાસભ્ય પદ મટી ગયું છે જેથી તેઓ રહી શકતા નથી.

બીજીબાજુ કોંગ્રેસના ભગાભાઈ બારડ અને સુત્રપાડા કોર્ટે બે વર્ષ અને 9 મહિનાની સજા કરી હતી પરંતુ તુરંત જ આ ચુકાદાને કોર્ટે મોકૂફ રાખવાનો હુકમ કર્યો હતો. જાહેર રજા હોવા છતાં સરકારી ચુકાદાની નકલ મેળવી ને જરૂરી કાર્યવાહી માટે અધ્યક્ષ ને મોકલી હતી અધ્યક્ષ એ પણ એ જ દિવસે એટલે કે તારીખ પાંચમી જાન્યુઆરીએ ભગાર અને સાંભળ્યા વગર એક તરફી ચુકાદો આપીને તેમને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવ્યા છે. તેમજ તાલાલા બેઠકની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે.

ઉપરાંત અલ્પેશ ઠાકોરને પણ ગેરલાયક ઠેરવવા માટેની માગણી કરવામાં આવી છે કોંગ્રેસના નેતાઓએ અધ્યક્ષ મળ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભાજપ સરકારના ઇશારે કામ કરે છે. પબુભા માણેક અને અલ્પેશ ઠાકોરને ત્રણ દિવસમાં ગેરલાયક ઠેરવવા માટેની માગણી કરવામાં આવી છે.
Tags :