mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વીજ કંપનીએ બજારમાંથી સાદા કાગળો ખરીદીને તેના પર વીજ બિલ છપાવવા પડયા

Updated: Nov 24th, 2022

વીજ કંપનીએ બજારમાંથી સાદા કાગળો ખરીદીને તેના પર વીજ  બિલ છપાવવા પડયા 1 - image

વડોદરાઃ પ્રિન્ટ કરેલા બિલના સપ્લાયની સર્જાયેલી સમસ્યાના કારણે મધ્ય ગુજરાત વીજ કંપનીને પોતાના ગ્રાહકોને આ વખતે રાતોરાત કોરા કાગળો ખરીદીને તેના પર વીજ બિલ પ્રિન્ટ કરીને આપવા પડયા છે.

કોર્પોરેટ કક્ષાના વહિવટનો દાવો કરતી મધ્ય ગુજરાત વીજ કંપનીના ઈતિહાસમાં કદાચ પહેલી વખત આવુ બન્યુ છે.મળતી વિગતો પ્રમાણે વડોદરા શહેરમાં વીજ કંપનીના સાત લાખ જેટલા ગ્રાહકો છે.ગ્રાહકોને દર બે મહિને બિલ આપવામાં આવે છે.

સાત લાખ પૈકીના ૩.૫૦ લાખ ગ્રાહકોને અને બીજા ૩.૫૦ લાખ ગ્રાહકોને વારાફરથી બિલ મળતુ હોય છે.સૂત્રોનુ કહેવુ છે કે,  પ્રિન્ટ કરાયેલા બિલ એજન્સી પાસેથી  મંગાવવામાં આવે છે અને તેના પર વીજ બિલના આંકડાઓનુ પ્રિન્ટિંગ કરીને તેનુ ગ્રાહકો સુધી વિતરણ કરાય છે.

આ વખતે એજન્સી તરફથી પ્રિન્ટ કરાયેલા બિલ મળવામાં સર્જાયેલી સમસ્યાના કારણે વીજ કંપનીના સત્તાધીશો સામે હવે વીજ બિલ કેવી રીતે આપવા તેની સમસ્યા સર્જાઈ હતી.એ પછી બજારમાંથી રાતોરાત એ ૪ સાઈઝના પેપરની ખરીદી કરીને તેના પર બિલ પ્રિન્ટ કરવામાં આવ્યા હતા અને ગ્રાહકોને આપવામાં આવ્યા હતા.જોકે આ બિલ પર નિયમિત રીતે મળતા બિલની જેમ વીજ લોડ ફેકટર તથા બીજી ઘણી માહિતીનો ઉલ્લેખ નથી.કારણકે કામચલાઉ ધોરણે બિલ પ્રિન્ટ કરવામાં આવ્યા છે. પ્રિન્ટેડ બિલને લઈને શું સમસ્યા  ઉભી થઈ તે  જાણવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીના ફાઈનાન્સ વિભાગના જનરલ મેનેજર જૈનેશ મોદીનો સંપર્ક થઈ શક્યો નહોતો.


Gujarat