ગાડી વેચવાના બહાને તાંદલજાના વેપારી પાસેથી મહેસાણાના ઠગે રૂ.2.80 લાખ ખંખેરી લીધા

Updated: Sep 5th, 2023


Google NewsGoogle News
ગાડી વેચવાના બહાને તાંદલજાના વેપારી પાસેથી મહેસાણાના ઠગે રૂ.2.80 લાખ ખંખેરી લીધા 1 - image

image : Freepik

- ટ્રુ વેલ્યૂમાંથી બોલું છું તેમ કહી ખોટી ઓળખ આપી

વડોદરા,તા.5 સપ્ટેમ્બર 2023,મંગળવાર

ગાડી વેચવાના બહાને તાંદલજાના વેપારી પાસેથી 2.80 લાખ રૂપિયા મહેસાણાના ઠગે પડાવી લીધા હતા. રૂપિયા મળી ગયા બાદ બીજા બાજે ફોન પણ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. જેથી વેપારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી યોગી કુટીર સોસાયટીમાં રહેતા બેલીમ નોશાદભાઇ ભાઇજીભાઇ ગાડી લે-વેચનો ધંધો કરે છે. તેઓએ ફરીયાદ નોંધાવી હતી કે છેલ્લા આઠ વર્ષથી મકરપુરા જુપીટર ચાર રસ્તા ખાતે મોર્ડન ઓટો કન્સલ્ટ નામથી ગાડીઓ લે-વેચનો ધંધો કરૂ છુ. ગઇ તા.પાંચ જૂનના રોજના મારા પર ફોન આવ્યો હતો.જેમાં સામેથી  પ્રતીક પટેલ ટુ-વેલ્યુ અમદાવાદથી બોલે છે અને ગુગલ ઉપરથી મારો નંબર મેળવ્યો છે તેમ જણાવી કહ્યું હતું કે એક કસ્ટમર રાણા કુલદીપસિંહ જયંદ્રસિંહને તેઓની હુન્ડાઇ આઇ-10 ગ્રાન્ડ વેંચવાની હોય જેથી અક્ષર ચોક બ્રિજ નીચે જવા કહ્યું હતું. ત્યારબાદ હું રાણા કુલદીપસિંહ જયસિંહની ગાડી જોવા માટે અક્ષર ચોક બ્રિજ નિચે પહોંચ્યો ત્યારે આ પ્રતીકભાઇ પટેલ જેનુ સાચું નામ પીયુષ પટેલ છે તેઓએ મને ફોન કરી આ રાણા કુલદીપસિંહનો મોબાઇલ નંબર આપેલ ત્યારબાદ આ રાણા કુલદીપસિંહએ તેઓની ગાડી લઇ ને આવેલ અને મને ગાડી ગમી જતા મે પીયુષ પટેલને ફોન કરતા તેઓએ મને જણાવેલ કે ગાડીના બદલામાં રાણા કુલદીપસિંહને નવી હુન્ડાઇ ક્રેટા આપવાની વાત થતા મેં રાણાભાઇના એકાઉન્ટમાં ટોકન પેટે રૂ.41 હજાર ગુગલ-પે થી ટ્રાન્ફર કર્યા હતા. ત્યારબાદ પીયુષ પટેલના તેઓના વિશ્વાસમાં આવી ગયેલ અને તેઓના કહ્યા મુજબ મેં પીયુષ પટેલને રૂ.2.80 લાખ શ્રી ગણેશ એંટરપ્રાઇઝ અલકાપુરી વડોદરાથી અમદાવાદ સી.જી રોડ ખાતે મોકલેલ અને પેમેંટ મળ્યા બાદ પીયુષ પટેલએ તેઓનો ફોન બંધ કરી નાખેલ. ત્યારબાદ મેં આ રાણાભાઇને ફોન કરી આ બાબતે પુછ્યા મને જાણ થયેલ કે પીયુષ પટેલએ તેઓનો સપર્ક પણ OLXથી કરેલ હતો અને તેઓને પણ તેઓની ગાડીના બદલામાં નવી ક્રેટા કાર દેવાનુ જણાવ્યું હતુ અને રાણાભાઇની ગાડી માલીક પાસે જ છે તેમજ મે તેને આપેલા રૂ.41 હજાર મને પરત મળી ગયા છે અને આઇ-10 ની મને રૂપીયા 3.21લાખમાં મળતી હતી એટલે હુ તેઓની વાતોમાં આવી ગયેલ અને આ પીયુષ પટેલના કહેવા મુજબ મને ગાડી પેટે બીજા રૂ.2.80 લાખ ખાતે શ્રી ગણેશ આંગડીયા કરવા કહેતા  મે તેઓને ડાયરેક્ટ રાણાભાઇને ટ્રાન્સફર કરવા જણાવતા તેઓએ મને ના પાડ્યું હતું.

જેથી ઉપરોક્ત પીયુષ ઉર્ફે પ્રતિક પટેલ (રહે-વિસનગર મુળ ગામ અબાસણા તા-વિજાપુર જી- મેહસાણા)  મારી સાથે ગઇ આજિંદન સુધી મારી પાસેથી ગાડી અપાવવાના બહાને કુલ્લે રૂપીયા 2.80 લાખ લઇ ગાડી નહી આપી પૈસા પડાવી લઇ મારી સાથે વિશ્વાસઘાત છેત્તરપિંડી કરી છે.


Google NewsGoogle News