For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રેડેક્સ એન્ટરપ્રાઈઝે બોગસ બિલો બનાવી ૩૮ કરોડની ખોટી ITC લીધી

૯૬ પેઢીઓના ઓપરેટર તાહિર મહમુદ રજઈવાલાની ધરપકડ

Updated: Jul 16th, 2022

Article Content Image

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર

મેનપાવરનો સપ્લાય કરવાનું કામ કરતી રેડેક્સ એન્ટર પ્રાઈઝ અને રેડેક્સ એન્ટર પ્રાઈસ પ્રાઈવેટ લિમિટેડે રૃા. ૧૨૨૮ કરોડના  ઇનવર્ડ સપ્લાયના બિલોના માધ્યમથી રૃા. ૩૮ કરોડની ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લઈને સરકાર સાથે કરેલી છેતરપિંડીના કૌભાંડમાં અમદાવાદ સ્થિત એરોનોટિકલ એન્જિનયર તાહિર મેહમુદભાઈ રજઈવાલાની  અમદાવાદના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ ધરપકડ કરી છે. રૃા. ૧૨૨૮ કરોડના બોગસ બિલ બનાવીને કુલ રૃા. ૨૨૧ કરોડની વેરાશાખ પાસ કરવાનું કૌભાંડ આચર્યું હતું. જીએસટીના અધિકારીઓએ રૃા. ૧૯ કરોડની સ્થળ પર જ રિકવરી કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

રૃા. ૧૨૨૮ કરોડના બોગસ બિલ બનાવી રૃા.૨૨૧ કરોડની ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આગળ પાસ કરી

મેન પાવર સવસ પુરી પાડતા રેડેકસ એન્ટરપ્રાઇઝ અને રેડેકસ એન્ટરપ્રાઈઝ પ્રાઇવેટ લીમીટેડનાઅમદાવાદ એકમોના સ્થળોએ તથા કંપનીના ભાગીદારોઅને ડિરેકટરોના રહેણાકના સ્થળે દરોડા પાડીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ રૃા.૩૮ કરોડની બોગસ ઇનપુટ ટેક્સક્રેડિટ ઉપાડી લીધી હોવાનું પકડી પાડયું છે. આ કંપનીઓએ ઇન્વર્ડ સપ્લાયના બોગસ બિલ બનાવ્યા હતા.  આ કંપનીઓએ અત્યાર સુધીમાં ૧૪૦૦૦ જેટલો મેનપાવર જુદી જુદી કંપનીઓને સપ્લાય કર્યો છે.

તાહિર રજાઈવાલા પાસેથી મોટી સંખ્યામાં બોગસ બિલ પણ મળી આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તેમના કામકાજના સ્થળોએ પાડવામાં આવેલા દરોડા દરમિયાન વાંધાજનક હિસાબી સાહિત્યા, લેટહેડ્સ તથા ડિજિટલ સિગ્નેચર સાથેા સર્ટિફિકેટ્સ પણ મળી આવ્યા છે. ઓફિસોમાંથી મળેલા વાંધાજનક સાહિત્યની ચકાસણી ચાલુ છે.

તાહિર રજઈવાલાઓ પોતાના કુટુંબીઓ અને પરિચિતોને નામે કુલ ૯૬ બોગસ કંપનીઓ ઊભી કરી હતી. આ કંપનીઓ થકી રૃા. ૧૨૨૮ કરોડના વેચાણો બતાવ્યા હતા. તેના થકી રૃા. ૨૨૧ કરોડની વેરાશાખ અન્યોને પાસ કરી હતી. આમ સરકારી તિજોરીને રૃા. ૨૨૧ કરોડનું નુકસાન પહોંચાડયું હતું. ૯૬ કંપનીઓ થકી ખરેખર સેવા આપ્યા વિના કાગળ પર જ ૧૪૦૦૦ જેટલા માણસો સપ્લાય કર્યા હોવાનું બતાવવામાં આવ્યું હતું. આ કૌભાંડના સંદર્ભમાં ૧૫મી જુલાઈએ તાહિર રજઈવાલાની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી. તેમને એડિશનલ ચીફ મેટ્રોપોલીટના મેજિસ્ટ્રેટરની અદાલણાં રજૂ કરીને સાત દિવસના કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન માટે મંજૂરી માગી છે. કેસમાં વધુ તપાસ ચાલુ છે.

Gujarat