નર્મદા આંદોલન સમયના હુમલા કેસમાં મેધા પાટકરની ઉલટતપાસ
- આઠમી એપ્રિલે વધુ ઉલટતપાસ
- 2002માં નર્મદા બચાવો આંદોલન સમયે ગાંધી આશ્રમ આવેલા મેધા પાટકર પર હુમલો થયો હતો
અમદાવાદ, તા. 3 ફેબ્રૂઆરી, 2020, સોમવાર
વર્ષ 2002માં નર્મદા બચાવો આંદોલન સમયે અમદાવાદના ગાંધી આશ્રમે આવેલા એક્ટિવિસ્ટ મેધા પાટકર પર થયેલા હુમલા કેસમાં આજે તેમની ઉલટતપાસ મેટ્રોપોલિટન કોર્ટમાં યોજવામાં આવી હતી. તેમને સાંજે ટ્રેનમાં પરત જવાનું હોવાથી વધુ ઉલટતપાસ આઠ એપ્રિલના રોજ મુકરર કરવામાં આવી છે.
ગાંધી આશ્રમ ખાતે નર્મદા બચાવો આંદોલન અર્તગત આવેલા મેધા પાટકર પર હુમલા કેસની સોમવારે ફોજદારી કોર્ટમાં યોજવામાં આવી હતી. જો કે, મેધા પાટકરને સાંજ ટ્રેનમાં પતર જવાનું હોવાથી તેમણે મુદત અરજી આપી હતી. જેનો વિરોધ આરોપીઓ તરફે કરવામાં આવ્યો હતો.
જે કે, એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટે મુદત અરજી ગ્રાહ્ય રાખી કેસની વધુ સુનાવણી 8 એપ્રિલના રોજ યોજવા આદેશ કર્યો છે. નોંધનીય છે કે, આ કેસમાં ઘટના 10 વર્ષ બાદ કેસની સુનાવણી યોજાઇ હતી. ચારેય આરોપીઓ સામે તહોમતનામું ઘડાયા બાદ 24 એપ્રિલ 2012થી ફરિયાદીની જુબાની બાદ ચાલી રહી છે.
વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ નર્મદા બચાવો આંદોલન માટે મેધા પાટકર 7-4-2002ના રોજ અમદાવાદ આવ્યા હતા. આ દરમિયાન તેમના પર હુમલો થયો હતો અને સાબરમતી પોલીસ સ્ટેશને અમિત ઠાકર, અમિત શાહ (પૂર્વ મેયર) અને રોહિત પટેલ સામે ગુનો નોંધી તપા, ગાથ ધરી હતી.
જો કે આ કેસના દસ વર્ષ બાદ એટલે કે 2012માં સુનાવણી હાથ યોજાઇ હતી. ચારેય આરોપીઓ સામે તહોમતનામું ઘડાયા બાદ 24-4-2012થઈ ફરિયાદી પક્ષની જુબાની અને ઉલટતપાસ ચાલી રહી છે. આજે મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ હાજર રહેલા મેધા માટકરની ઉલટતપાસ કરવામાં આવી હતી.
જેમાં તેમણે રજૂઆત કરી હતી કે 5:30ની ટ્રેનમાં પરત જવાનું હોવાથી તેમને મુદત આપવામાં આવે. જ્યારે આરોપીઓ તરફથી આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે કોર્ટે મુદની અરજી ગ્રાહ્ય રાખી વધુ ઉલટતપાસ આઠમી એપ્રિલના રોજ નિયત કરી છે.