વાવેતર માટે સર્ટીફાઇડ બિયારણ જ ખરીદવા ખેડૂતોને તંત્રનું સુચન
ડુપ્લીકેટ બિયારણોની ભરમાર વચ્ચે ખેડૂતોને
સતર્ક કરાયાં
સંકર બીજનો ઉપયોગ બીજે વર્ષે કરવો હિતાવહ નહીં
,પાકની ઝડપી વૃધ્ધી માટે બીજની માવજત બાદ વાવણી કરવી યોગ્યઃનિષ્ણાંતોનો મત
ગાંધીનગર: જગતના તાતે
આકાશ સામે મીટ માંડી છે અને હવે ચોમાસું પણ ક્યાંક આસપાસ હોય તેમ લાગી રહ્યું છે
ત્યારે ખેડૂતો હળ જોડીને તૈયાર થઇ ગયા છે. ખરિફ સિઝન માટે ખેતર ખેડી નાંખ્યું છે
અને વાવેતરની તૈયારીઓ કરી લીધા છે. વિવિધ પાકના બિયારણો બજારમાં વેચાઇ રહ્યા છે
જેમાં ઘણા ડૂપ્લીકેટ તથા ઓછી ગુણવત્તાધરાવતા હોવાનું સામે આવ્યું છે ત્યારે બિયારણ
પસંદગી અંગે જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને કેટલાક સુચનો કર્યા છે જેમાં
ખાસ કરીને બિયારણ સર્ટીફાઇડ હોય તે જ ખરીદવાનો આગ્રહ રાખવા તંત્રએ અપિલ કરી
છે.
ચોમાસું નજીક છે ત્યારે ખરિફ સિઝનમાં વધુ
વાવેતરની સાથે ઉત્પાદન પણ વધે તે માટે ખેડૂતોને બિયારણ પસંદગી અને વાવેતર અંગે કેટલાક
મહત્વના સુચનો ખેતીવાડી તંત્રએ કર્યા છે. વાવેતર માટે કૃષિ યુનિવર્સિટી અને
ખેતીવાડી ખાતાએ ભલામણ કરેલા અને સુધારેલા અથવા
સંકર જાતોનું જ બીજ ખરીદવા માટે તંત્રએ ખેડૂતોને અપિલ કરી છે.આ ઉપરાંત
સુધારેલી સંકર જાતોનું બીજ હંમેશા ગુજરાત રાજ્ય બીજ નિગમ અથવા ગુજરાત રાજ્ય બીજ
નિગમના માન્ય ડીલર પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ તેમ પણ જણાવવામાં આવ્યું
છે.
બિચારણના પેકીંગ ઉપર બીજ પ્રમાણ એજન્સીનું
લેબલ તપાસીને પછી જ ખરીદી કરવી હિતાવહ્ હોવાનું તથા શક્ય હોય ત્યાં સુધી ટુથફુલ
બિયારણને બદલે સર્ટીફાઇડ બિયારણ જ ખેડૂતોએ ખરીદવું જોઇએ તેમ પણ તંત્રએ સુચન કર્યું
છે. બિચારણ ખરીદતી વખતે તેના પેકીંગ ઉપર બિયારણનો ઉત્પાદક કોણ તે તે તપાસી પણ લેવુ
જોઇએબિયારણ ખરીદતી વખતે તેના પેકીંગ પર ઉત્પાદકનું નામ તથા બીજની સ્ફુરણના ટકા
દર્શાવેલા હોય તેમજ તે કંઇ સાલનું ઉત્પાદન છે તે પણ દર્શાવેલું હોય તે જોઇને
ચકાસીને બીયારણ ખરીદવું જોઇએ.સુધારેલી જાતોના બીજ ખેડૂત પોતે જ કાળજી રાખીને તૈયાર
કરી શકે છે જેથી દર વર્ષે સુધારેલી જાતોનું બિયારણ ખરીદવાની જરૃર રહેતી નથી આ
ઉપરાંત સંકર જાતોના બિયારણો દર વર્ષે નવા ખરીદવા પડતાં હોય છે જેથી જે તે ખેડૂતે
તેમના ખેતરમાં વાવવામાં આવેલા આવા સંકર પાકોના બીજનો ઉપયોગ બીજે વર્ષે કરવો હિતાવહ
નહીં તેમ પણ નિષ્ણાંતોનું માનવું છે.આ ઉપરાંત ઝડપી અને સારા સ્ફુરણ માટે બીજની
માવજત કરીને વાવેતર કરવું જોઇએ. જેનાથી જીવાતોનો ફેલાવો અટકે છે અને જીવાતથી થતું
નુકશાન પણ અટકે છે. એટલું જ નહીં બીજજન્ય રોગનું નિયંત્રણ પણ થઇ શકે છે.