MBA-MCAમાં આ વર્ષે બેઠકો વધી 14 નવી કોલેજ , ચાર કોલેજ બંધ
MBAમાં 11 નવી કોલેજ સાથે 10992 અને MCAમાં 3 નવી કોલેજ સાથે 5420 બેઠકો
આ વર્ષે બેઠકો વધુ ભરાશે
અમદાવાદ,રવિવાર
એમબીએ-એમસીએમાં
આ વર્ષે ૧૪ નવી કોલેજોને મંજૂરી મળી છે જ્યારે બીજી બાજુ ચાર કોલેજો-કોર્સ બંધ થયા
છે. નવી કોલેજો આવતા બંને કોર્સમાં ૭૦૦થી વધુ બેઠકો વધી છે.આ વર્ષે નવી કોલેજો
સાથે હવે એમબીએમાં ૧૧૬ કોલેજોની ૧૦૯૯૨ બેઠકો થઈ છે અને એમસીએમાં ૬૪ કોલેજોની ૫૪૨૦
બેઠકો થઈ છે.
એમબીએ-એમસીએમાં
છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓનો ક્રેઝ ઘટયો છે અને એમબીએ-એમસીએમાં પ્રવેશ
માટે મહત્વની એવી સીમેટ પરીક્ષા પણ વિદ્યાર્થીઓ ઓછા આપે છે.જો કે ગત વર્ષની
સરખામણીએ આ વર્ષે સીમેટ આપનારા ગુજરાત સહિત દેશમાં થોડા વધ્યા છે. એમબીએ-એમસીએ ગત
વષે ૮થી૯ હજાર બેઠકો ખાલી પડી હતી.જો કે
તેમ છતાં પણ આ વર્ષે નવી ૧૪ કોલેજોને મંજૂરી મળી છે.કેટલીક હયાત કોલેજોએ નવા કોર્સ
મેળવ્યા છે તો કેટલીક સંપૂર્ણ નવી કોલેજો મંજૂર થઈ છે.નવી ૧૪ કોલેજોમા જીટીયુ
સંલગ્ન ૬ કોલેજો છે અને એક મેરિટાઈમ યુનિ.સંલગ્ન છે. બાકીની ખાનગી યુનિ.સંલગ્ન
છે.૧૪ નવી કોલેજોમાં એમબીએની ૧૧ અને એમસીએની ૩ કોલેજો છે.
એમબીએની ૧૧
કોલેજો સાથે ૫૧૪ બેઠકો વધી છે અને એમસીએની
૩ કોલેજો સાથે ૧૯૪ બેઠકો વધી છે.બંને કોર્સમાં કુલ મળીને ૭૦૮ બેઠકો વધી છે.જો કે
બીજી બાજુ એમબીએમાં બે અને એમસીએમાં પણ બે
કોલેજ-કોર્સ બંધ થયા છે.જેમાં એમબીએની ૭૦ અને એમસીએની ૧૫૦ બેઠક છે. આ સાથે હવે
એમીએમાં હાલ ૧૧૬ કોલેજો છે અને જેની કુલ મળીને ૧૦૯૯૨ બેઠકો થઈ છે જ્યારે એમસીએમાં
૬૪ કોલેજો છે અન જેની ૫૪૨૦ બેઠકો થઈ છે.કુલ મળીને ૧૬૪૧૩ બેઠકો થઈ છે. આ વર્ષે ગત
વર્ષની સરખામણીએ એમબીએ-એમસીને બેઠકો વધુ ભરાય તેવી શક્યતા છે. હાલ ઓનલાઈન પ્રવેશ
પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે પરંતુ યુજીના પરિણામો બાકી હોવાથી પ્રવેશ ફાળવણીમાં વિલંબ
થશે.