MBA-MCA : સરકારી બેઠક ૯૦ ટકા ફુલ પણ ખાનગી કોલેજોની ૮૦ ટકાથી વધુ બેઠકો ખાલી
સરકારી કોલેજોની માત્ર ૧૩૦ ખાલી બેઠક માટે ત્રીજો રઉન્ડ ઃખાનગી કોલેજોની ૧૩૬૮૪ બેઠક ભરવા અપાશે
બે રાઉન્ડ બાદ ૧૪ હજારથી વધુ બેઠકો ખાલી
અમદાવાદ
એમબીએ-એમસીએની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત બે રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે. બ રાઉન્ડને અંતે ૧૪ હજારથી વધુ બેઠકો ખાલી પડી છે. પરંતુ સરકારી કોલેજોની લગભગ ૮૭ ટકા બેઠકો ભરાઈ છે અને ખાનગી કોલેજોની ૧૩૬૮૪ બેઠકો ખાલી રહી છે એટલે કે ૮૦ ટકાથી વધુ બેઠકો ખાલી રહી છે. હવે ત્રીજો રાઉન્ડ માત્ર સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો માટે જ થશે. જ્યારે ખાનગી કોલેજોને પોતાની રીતે બેઠકો ભરવા સોંપાશે.
એમબીએ-એમસીએમાં આ વર્ષે પ્રવેશ માટે ૫૪૦૦ જ વિદ્યાર્થીઓ છે અને જેની સામે પ્રવેશ સમિતિએ ભરવાની સરકારી-ગ્રાન્ટેડ કોલેજોની ૯૬૯ અને ખાનગી કોલેજોની ૧૬૪૬૨ બેઠકો સહીત ૧૭ હજારથી વધુ બેઠકો છે.પ્રથમ રાઉન્ડ બાદ બીજો ઓનલાઈન રાઉન્ડ પણ પૂર્ણ થઈ ગયો છે. બે રાઉન્ડના અંતે એમબીએની ૯ સરકારી-ગ્રાન્ટેડ કોલેજોની ૫૫૮ બેઠકોમાંથી ૪૫૮ બેઠકો ભરાઈ છે જ્યારે એમસીએની ૯ કોલેજોની ૪૫૧ બેઠકોમાંથી ૩૮૧ બેઠકો ભરાઈ છે.આમ સરકારી ગ્રાન્ટેડ કોલેજોની ૯૬૯ બેઠકોમાંથી ૮૩૯ બેઠકો ભરાઈ ગઈ છે અને હવે માત્ર ૧૩૦ બેઠકો જ ખાલી છે.આ ખાલી બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા આજથી ત્રીજો ઓનલાઈન રાઉન્ડ શરૃ કરાયો છે.
જ્યારે ખાનગી
કોલેજોની વાત કરીએ તો ખાનગી કોલેજોમાં એમબીએની ૧૦૨ કોલેજોની ૧૧૭૬૩ બેઠકોમાંથી ૨૧૭૩
બેઠકો ભરાઈ છે અને એમસીએની ૫૫ કોલેજોની ૪૬૯૯ બેઠકોમાંથી માત્ર ૬૦૫ બેઠકો ભરાઈ છે.
આમ એમબીએ-એમસીએની ૧૫૭ ખાનગી કોલેજોની ૧૬૪૬૨ બેઠકોમાંથી માત્ર ૨૭૭૮ બેઠકો ભરાઈ છે
અને ૧૩૬૮૪ બેઠકો ખાલી રહી છે.ખાનગી કોલેજોની બેઠકો માટે હવે કોઈ રાઉન્ડ નહી
થાય.ખાનગી કોલેજોને થોડા દિવસોમાં પોતાની રીતે બેઠકો ભરવા અપાશે. ખાનગી કોલેજો
વેકેન્ટ ક્વોટામાં હવે નોન સીમેટ એટલે કે પ્રવેશ પરીક્ષા-સીમેટ આપ્યા વગરના
વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપશે.લગભગ ૫ હજાર જેટલી બેઠકો નોન સીમેટથી ભરાવાનો અંદાજ
છે.મહત્વનું છે કે આ વર્ષે એમસીએ કરતા એમબીએમાં વધુ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે.