Get The App

મંજુસર જીઆઇડીસીમાં પૂર અને વરસાદના પાણી ફરી વળ્યા

ઉદ્યોગપતિઓ અને કામદારોને બહાર કાઢવા ટ્રેક્ટરની મદદ લેવાઇ ઃ કંપનીઓમાં પાણી ભરાતા મોટું નુકસાન

Updated: Aug 31st, 2020

GS TEAM

Google News
Google News
મંજુસર જીઆઇડીસીમાં પૂર અને વરસાદના પાણી ફરી વળ્યા 1 - image

સાવલી ,તા.૩૧ ઓગસ્ટ, સોમવાર

સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં  પાણી ભરાઇ જતાં ૨૦૦થી વધુ ફેક્ટરીઓ આજે બંધ રહી હતી. ૪૫૦ જેટલી ફેક્ટરીઓ ધરાવતી આ જીઆઇડીસીમાં પાણી ફરી વળતા આશરે ૫૦ કરોડથી વધુનું નુકસાન જીઆઇડીસીના ઉદ્યોગોને થયું હોવાનું જાણવા મળ્યું છે.

સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલી જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ ે પડતો હતો, તે ઉપરાંત ે વિશ્વામિત્રી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદના પગલે પાણી છોડાતા પાણી ભરાઈ જવા પામ્યા હતા. 

જીઆઇડીસીનો મોટાભાગનો વિસ્તાર  કેડ સમા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. હજારો નોકરીયાતો આજે નોકરી પર ં જઈ શક્યા ન હતા. જ્યારે નાઈટ શિફ્ટમાં કામ કરતા કામદારા ેજીઆઇડીસીમાં જ  અટવાઈ પડયા હતા. ફેક્ટરીઓએ  ે કાંસ પૂરી દીધા હોવાથી  પાણીનો નિકાલ અટકી ગયો હતો.

જીઆઇડીસી પરિસરમાં નાળા, કેનાલોમાં પાણીના નિકાલ માટે જગ્યા ન રહેતાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા. મોટાભાગની કંપનીઓમાં વીજળી પણ ડૂલ થઈ ગઇ હતી, જો કે  વીજ  પુરવઠો અગમતીને કારણે બંધ કરવામાં આવ્યો  હોવાનું જાણવા મળ્યું હતું. ે જીઆઇડીસી એસોસિએશનના હોદ્દેદારોને  ટ્રેક્ટર મારફતે  બહાર કઢાયા હતા. 

મંજુસર જીઆઇડીસીમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે અને ઉપરવાસમાં છોડાયેલા પાણીને પગલે મંજુસર જીઆઇડીસીની હાલત  બદતર થઇ ગઇ હતી. આસોજ પાસની ે જીએસપીએલમાંથી   પાણીનો નિકાલ થતો નથી પરિણામે આ પાણી પણ જીઆઇડીસીમાં ભરાય છે. ે શનિ રવિના કારણે ઘણી ફેક્ટરીઓનો માલ ફ્લોર પર જ પડેલો હતો અને પાણી ભરાઈ જવાને કારણે ભારે આથક નુકસાન થવા પામ્યું છે. 



Tags :