Get The App

પરંપરાનો અંત: જાદુના સમ્રાટ જુનિયર કે. લાલનું કોરોનાથી નિધન, નહીં જોવા મળે જાદુના અદ્વિતીય ખેલ

Updated: Apr 5th, 2021

GS TEAM


Google News
Google News
પરંપરાનો અંત: જાદુના સમ્રાટ જુનિયર કે. લાલનું કોરોનાથી નિધન, નહીં જોવા મળે જાદુના અદ્વિતીય ખેલ 1 - image


અમદાવાદ, તા. 5 એપ્રિલ 2021, સોમવાર

ગુજરાતમાં કોરોના વાઇરસ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ત્યારે ગુજરાતીઓ માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે. લાલના પુત્ર જુનિયર કે. લાલ હર્ષદરાય વોરાનું કોરોનાથી નિધન થયુ છે. પિતાના નિધન બાદ તેમણે જાદુગરીનો વારસો આગળ વધાર્યો હતો. 

જાણીતા જાણીતા જાદુગર કાંતિલાલ વોરા અને તેમના પુત્રએ લગભગ 32 વર્ષ સુધી એક સ્ટેજ પરથી જાદુના શો કર્યા હતા. અને હસુભાઈએ જુનિયર કે.લાલ તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. ભારતીય જાદુ કલાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં કે. લાલ અને તેમાન પુત્ર જુનિયર કે. લાલનું મોટું યોગદાન છે.

1968માં અમેરિકાની IBM સંસ્થાએ હસુભાઈને વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ આપ્યો. તેઓ તેમની અમુક જાદુ કલા, જેવી કે શરીરથી હાથ જુદા કરવા, જાયન્ટ કીલર શો, ધ ફ્લાઇગ લેડી અને એવીલ જોકરને કારણે સારી એવી લોકપ્રિયતા મેળવી હતી.

જુનિયર કે. લાલને તેમના માતાપિતા જાદુના ક્ષેત્રમાં લાવવા માંગતા ન હતા. જુનિયર કે. લાલ જાદુની દુનિયામાં પિતાની મદદ વગર જ કોઇને ખબર ન પડે તે રીતે આવ્યા હતા. માતા-પિતાએ પહેલાથી જ નક્કી કરી રાખેલું કે, દીકરાને જાદુગર નથી જ બનાવવો. પરંતુ બન્યું કાંઇ બીજું જ.

પરંપરાનો અંત: જાદુના સમ્રાટ જુનિયર કે. લાલનું કોરોનાથી નિધન, નહીં જોવા મળે જાદુના અદ્વિતીય ખેલ 2 - image

જુનિયર કે.લાલ  કોરોનાથી સંક્રમિત થતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની તબિયત વધુ લથડતા સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જુનિયર કે.લાલના નિધનથી જાદુઈ કળાના જગતમાં શોક વ્યાપી ગયો છે.

કોરોનાની મહામારીમાં હસુભાઈ પણ ઝડપાયેલા પરંતુ તેમના રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ફરી તબીયત લથડતા હાર્ટ એટેક ને કારણે તેમનું અમદાવાદની સાલ હોસ્પિટલ ખાતે દુઃખદ અવસાન થયું છે.

લાલ પરિવાર મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરાના વતની હતા. કાંતિલાલભાઇ કલકતામાં કાપડનો વેપાર કરતા ત્યાંથી 1950માં સિનેમાંથી પોતાની કારકીર્દી જાદુગર તરીકે શરૂ કરી હતી જેની પરંપરા તેમના પુત્ર જુનિયર કે. લાલે આગળ ધપાવી.

હસુભાઈના નામથી ઓળખતા હર્ષદરાય વોરાના બંને પુત્રોએ નીલ અને પ્રેયસ બંને એન્જિનિયરિંગ વ્યવસાયમાં છે. પરંતુ તેમના પૌત્ર વિહાને જાદુગરીના વ્યવસાયમાં આવવાની જાહેરાત કરી હતી. થોડા વર્ષો પહેલા અમદાવાદમાં યોજાયેલ જાદુગરીના એક મેળાવડા કાર્યક્રમમાં પરિવારની આ પરંપરાને આગળ ધપાવવાની વાત કરી હતી. 

Tags :