લુણાવાડા નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું
પ્રમુખે કહ્યું કોઈના દબાણથી નહીં પણ મેં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે
લુણાવાડા: મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકાના પ્રમુખે આજે સાંજે પાંચ વાગે ચીફઓફિસર સમક્ષ પ્રમુખ પદેથી રાજીનામું સોપી દેતા સ્થાનિક રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે.
એનસીપીના બિન્દ્રાબેન શુક્લ ૩ ભાજપ, ૧ અપક્ષ અને ૧૪ કોંગ્રેસના સભ્યોના ટેકાથી લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ પદે નિયુક્ત થયા હતા. પરંતુ આજે સાંજે તેમણે અચાનક રાજીનામું આપી દેતા રાજકીય ક્ષેત્રે અનેક ચર્ચાઓ થઈ રહી છે. જો કે રાજીનામા અંગે પ્રમુખે કહ્યું કે કોઈના દબાણ કે કોઈ કારણોસર નહીં પણ મેં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. બીજી તરફ પ્રમુખે રાજીનામું આપતા જ ભાજપ દ્વારા પોતાની નગરપાલિકા બનાવવાના પ્રયાસો શરુ કરી દીધા છે.