અકોટા ગાય સર્કલ પાસે કોમ્પ્લેક્સમાં એક ડઝન દુકાનના તાળા તૂટ્યા
વડોદરા, તા. 01 ઓગસ્ટ 2023 મંગળવાર
વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં ગઈ મધરાતે ત્રાટકેલા ચોરો 10 થી 12 જેટલી દુકાનના તાળા તોડી ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
અકોટાના ગાય સર્કલ પાસે આવેલા વૃંદ કોમ્પલેક્ષમાં ગઈ મધરાતે ત્રાટકેલા ચોરોએ જુદી જુદી દુકાનોના તોડ્યા હતા. ચોરોએ રોકડ અને અન્ય જે કંઈ ચીજ હાથ લાગી તે ઉઠાવી લીધી હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.
વહેલી સવારે બનાવની જાણ થતા જ દુકાનદારો કોમ્પ્લેક્સ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. ચોરો શું શું ચોરી ગયા છે તે બાબતે પોલીસ વિગતો મેળવી રહી છે.