Get The App

વડોદરામાં બાપોદ તળાવ પાસે માળી મહોલ્લામાં દેશી દારૂનો ધંધો કરનાર ઝડપાયો

Updated: Jul 22nd, 2024

GS TEAM


Google News
Google News
વડોદરામાં બાપોદ તળાવ પાસે માળી મહોલ્લામાં દેશી દારૂનો ધંધો કરનાર ઝડપાયો 1 - image

image : Freepik

Vadodara Liquor Case : વડોદરા બાપોદ તળાવ પાસે ભગવત નગરની સામેના માળી મહોલ્લામાં ઘરે અને અન્ય ઝૂંપડામાં દેશી દારૂના અડ્ડા પર પીસીબી પોલીસે દરોડો પાડીને બે વ્યક્તિની ધરપકડ કરી દેશી દારૂનો જથ્થો, રોકડ, મોબાઈલ ફોન મળીને રૂ.13650 નો મુદ્દામાલ કબજે કરીને દારૂ મોકલનારની તપાસ આદરી છે. 

ઉલ્લેખનીય છે કે વાઘોડિયા વિસ્તારમાં વૃંદાવન ચાર રસ્તા પાસે પીસીબી પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી, દરમિયાન જાણ થઈ હતી કે બાપોદ તળાવ પાસે ભગવતનગર સામે માળી મહોલ્લામાં રહેતો પ્રકાશ રયજી માળી દેશી દારૂ લાવ્યો છે અને પોતાના ઘર તથા ઘર પાસે આવે આવેલ અન્ય ઝૂપડામાં છાપરા નીચે સંતાડીને ધંધો કરે છે તેવી જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દરોડો પાડયો હતો. દરોડા દરમ્યાન સમી સાંજે પ્રકાશ માળીના ઘરમાંથી અને સામેના છાપરા નીચેથી કુલ મળીને રૂ.850નો દેશી દારૂ અને મોબાઈલ ફોન અને રોકડ રૂ.2780 મળીને કુલ રૂપિયા 13650નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પ્રકાશ માળીની ધરપકડ કરી હતી. જ્યારે માલ સપ્લાય કરનાર સંજય ભાલીયા (રહે. સિકંદર પુરા)ની તપાસ હાથ ધરી છે.

  વડોદરામાં બાપોદ તળાવ પાસે માળી મહોલ્લામાં દેશી દારૂનો ધંધો કરનાર ઝડપાયો 2 - image


Tags :