Get The App

ટીંબી તળાવમાં વધુ પાણી હોવાથી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો

ગત વર્ષે ૩૫થી ૪૦ જ્યારે આ વર્ષે ૧૦થી ૧૨ પ્રજાતિઓના પક્ષીઓ આવેલા છે

Updated: Dec 8th, 2019

GS TEAM

Google News
Google News

વડોદરા, તા.8 નવેમ્બર 2019, રવિવારટીંબી તળાવમાં વધુ પાણી હોવાથી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો 1 - image

૧૮મી સદીના અંતમાં મહારાજા સયાજીરાવે સિંચાઈ માટે ટીંબી તળાવ બંધાવ્યું હતું. આજવા સરોવર જેટલા જ આ મોટા તળાવમાં શિયાળાની ઋતુમાં અસંખ્ય પક્ષીઓ જોવા મળે છે. ગત વર્ષે દેશ-વિદેશના ૩૫થી ૪૦ પ્રજાતિના પક્ષીઓ આવ્યા હતા જ્યારે આ વર્ષે પાણી વધુ હોવાથી ખેતરો પર નભતા જ ૧૦થી ૧૨ પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા છે.

નેચરવોકના ૧૦ સભ્યોએ વડોદરાથી ૫ કિમી દૂર આવેલા ટીંબી તળાવની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ રેડ મુનિયા (લાલ ટપુશીયું), સારસ, સુગરી, ફાટી ચાંચ ઢોંક, નીલ જલમુરઘો (નીલકૂકડી) જેવા અસંખ્ય પક્ષીઓ તળાવની આસપાસ નિહાળ્યા હતા. પર્યાવરણપ્રેમી અરુણ મજુમદારે કહ્યું કે, છીછરા પાણીમાં પક્ષીઓ સહેલાઈથી કીટકો, વનસ્પતિઓ અને માછલીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવી શકે છે પરંતુ આ વર્ષે પાણીનું સ્તર વધુ હોવાથી પક્ષીઓ ઓછા જોવા મળી રહ્યા છે. જો કે તળાવની આસપાસ પુષ્કળ પ્રમાણમાં ડાંગર ઉગ્યો હોવાથી ખેતર પર નભતા પક્ષીઓના ટોળાંકિલ્લોલ કરી રહ્યા છે. ગત વર્ષે હિમાલયને ઓળંગીની આવતા રાજહંસ પણ ટીંબી તળાવમાં જોવા મળ્યા હતા. 

શિયાળાની ઋતુમાં વડોદરામાં સૌથી વધુ પક્ષીઓનો જમાવડો ટીંબી તળાવની આસપાસ થાય છે. આ વર્ષે તો પક્ષીઓની સાથે અસંખ્ય લાલ કમળે તળાવની શોભા વધારી છે.

બાંધકામને કારણે તળાવમાં દબાણ થવા લાગ્યું છેટીંબી તળાવમાં વધુ પાણી હોવાથી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો 2 - image

ખાસ સિંચાઈ માટે બંધાવેલું આ તળાવ ખેતીના વિવિધ પાકને પાણી પૂરુ પાડી રહ્યું છે. પરંતુ તેની આસપાસ મોટા પ્રમાણ બાંધકામ શરુ થઈ ગયું છે જેને લઈને તળાવમાં પણ તેઓ ધીમે-ધીમે દબાણ કરવા લાગ્યા છે. જેથી આ સુંદર તળાવ ભવિષ્યમાં ક્યાં સુધી જોવા મળે તે ખબર નહીં!!, એમ અફસોસ સાથે અરુણ મજુમદારે કહ્યું હતું.

Tags :