કલોલના દંતાલી ખાતે ગાર્ડનસિટી ફૈઝ-૩ના
બાતમીના આધારે રેડ કરીને પોલીસે કુલ ૮.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોઃચેહરફાર્મ ભાડે રાખનાર વૃધ્ધ બુટલેગર સામે ગુનો
ગુજરાતમાં દારૃબંધી હોવા છતા દારૃનો બેફામ વેપલો થઇ રહ્યો
છે ગ્રામ્યવિસ્તારમાં ફાર્મ હાઉસ અને ખેતરોમાં દારૃના રીતસરના ગોડાઉન ઉભા કરવામાં
આવ્યા છે. ત્યારે આવુ જ એક ગોડાઉન પોલીસને કલોલ ખાતેના દંતાલી ગામની સીમમાં આવેલા
ગાર્ડન સિટી ફૈઝ-૩ના ચેહરફાર્મમાંથી મળી આવ્યું હતું. પોલીસને મળેલી બાતમીને આધારે
ચેહરફાર્મમાં દરોડો પાડવા ટીમ પહોંચી હતી અહીં બહારથી આગળના દરવાજે તાળું મારેલું
હતું પોલીસને પાક્કી બાતમીને આધારે આ લોક તોડીને પોલીસ ફાર્મહાઉસમાં પ્રવેશી હતી
અને ત્યાં તપાસ કરતા ડાબી અને જમણી બાજુની દિવાલે પતરાના શેડ નીચે વિદેશીબ્રાન્ડની
દારૃની ૨૧૫ પેટીઓ મળી આવી હતી. જેની ગણતરી કરતા અહીંથી કુલ ૬,૬૮૪ દારૃની બોટલો
હોવાનું જાણવા મળ્યું હતું.
તો ફાર્મમાં કોઇ મળી આવ્યું ન હતું તો ફાર્મહાઉસ અંગે તપાસ
કરતા ચાંદલોડિયાના સેજલબેન વિષ્ણુભાઇ દેસાઇએ ભાડા કરાર કરીને આ ફાર્મ રાણીપની ન્યુ
વિદ્યાવિહાર સોસા.માં રહેતા ૭૫ વર્ષિય દિપ કાંતીભાઇ ચૌધરીને ભાડે આપ્યું હોવાનું
જાણવા મળ્યું હતું. જેથી પોલીસે વૃધ્ધ બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો
નોંધીને કુલ ૮.૩૩ લાખ રૃપિયાના દારૃનો જથ્થો જપ્ત કર્યો હતો.


