વડોદરામાં વુડા હસ્તકની જમીનો અને મિલકતોનું મૂલ્યાંકન થશે
image : wikipedia
વડોદરા,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ વુડા હદમાં આવેલ વિવિધ મિલકતો અંગે તેની વેલ્યુએશન નક્કી કરવા માટે આવતીકાલે વુડા ખાતે એક બેઠક મળશે.
વડોદરા મહાનગર પાલિકામાં આવતા હરણી, સમાવિસ્તારની નગર રચના યોજનાઓ અંતર્ગત સંપ્રાપ્ત થયેલ વિવિધ હેતુના ફાઇનલ પ્લોટ અને ખટંબા તથા ભાયલીમાં વુડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાંધવામાં આવેલ બાકી રહેલ 22 દુકાનો અને 30 ઓફિસની જાહેર હરાજીથી નિકાલ કરવાના કામે જમીન મૂલ્યાંકન નક્કી કરવામાં આવશે.