અમાસના દિવસે કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે
કોરોનાને કારણે ગત મહિનાની અમાસે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું
વડોદરા: કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર તા.૮મી ઓગસ્ટના રોજ અમાસ હોવાથી સવારે ૬થી રાતના ૮ વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લુ રખાશે.
કુબેર ભંડારી ખાતે અમાસના દર્શનનું અનેરુ મહત્વ છે, તેમાં પણ આ વખતની અમાસ અષાઢી અમાસ છે સાથે દિવાસો પણ છે, જેના બીજા દિવસથી શ્રાવણ મહિનો શરુ થતો હોવાથી ભક્તોમાં આ અમાસનું ખૂબ મહત્વ હોય છે. કોરોનાની મહામારીને કારણે ગત મહિનાની અમાસે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું જો કે આ વખતે દર્શન ખુલ્લા મુકાયા છે પરંતુ કોરોનાના નિયમના ચુસ્ત પાલન સાથે ભક્તોને અંદર પ્રવેશ આપવામાં આવશે અને પ્રસાદ ચઢાવવા પર અને નિજ મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે.