Get The App

કાંકરિયા પાસે ચોરીની શંકાથી વૃદ્ધની હત્યા કરી લાશને દુકાનમાં પથ્થર નીચે લાશ સંતાડી

ઇસ્ત્રી કામ કરતા કારીગરના રૃા. ૪૦ હજાર ચોર્યાની શંકા આધારે ગળુ દબાવી હત્યા કરી

દુકાનદારને દુર્ગંધ આવતા કારીગરે ખૂન કર્યાનો ભાંડો ફૂટયો

Updated: Oct 27th, 2024

GS TEAM

Google News
Google News
કાંકરિયા પાસે ચોરીની શંકાથી વૃદ્ધની હત્યા કરી લાશને દુકાનમાં પથ્થર નીચે લાશ સંતાડી 1 - image

,રવિવાર

કાંકરિયા જૂના ઢોર બજાર પાસે ઇસ્ત્રીની દુકાનમાંથી અર્ધનગ્ન હાલતમાં એક વૃદ્ધની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં ઈસ્ત્રી કરવાની દુકાનમાં કામ કરતા કારીગરે ઇસનપુરમાં રહેતા વૃદ્ધની ચોરીની શંકાના આધારે ગળું દબાવી હત્યા કરી હતી અને બાદમાં ગુપ્ત ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે લાશને દુકાનમાં જ પથ્થર નીચે સંતાડીને તેની ઉપર ઇંટો ગોઠવી દીધી હતી. ત્યારબાદ આરોપી દુકાનમાં ઉંઘ આવતી નથી તેમ કહીને ભાગતો ફર્યો હતો. જો કે દુકાન માલીક તથા આસપાસના લોકોને ગંધ આવતા પોલીસને જાણ કરતા સમગ્ર ભાંડો ફૂટયો હતો. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ત્યારે મૃતકે રૃા. ૪૦ હજારની ચોરી કર્યા હોવાની શંકાના આધારે આરોપીએ હત્યા કરી હતી. 

દુકાનમાં ઉંઘ આવતી નથી કહીને આરોપી લોક મારીને ભાગતો ફર્યો દુકાનદારને દુર્ગંધ આવતા કારીગરે ખૂન કર્યાનો ભાંડો ફૂટયો

જૂના ઢોરબજાર કાંકરિયા રોડ પાસે રહેતા અને લોન્ડ્રીનું કામકાજ કરતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં તેમના ત્યાં નોકરી કરતા ઉત્તર  પ્રદેશના યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ છ મહિના પહેલા આરોપીને તેમના ત્યાં લોન્ડ્રીના કામકાજ માટે નોકરીએ રાખ્યો હતો. આરોપી દિવસ દરમ્યાન ઈસ્ત્રી કામ કરતો અને સાંજે તેઓના ઘરની બાજુમાં આવેલી અન્ય દુકાનમાં સૂઈ જતો હતો. જ્યારે તે બે દિવસ માટે નોકરી ઉપર ગયો ન હતો અને બીજી જગ્યા કામ માટે જતો રહ્યો હતો ફરિયાદીને તેને પરત લઇ આવ્યા હતા. બીજીતરફ બે દિવસથી દુકાન માલીકના ઘરની બહાર એક ઓટો રિક્ષા પડેલી જોઇને કારીગરને પૂછતા તેણે જણાવ્યુંં હતું કે  ઇસનપુરમાં રહેતા રવિભાઇ વાઘેલા (ઉ.વ.૬૦) તેમની રીક્ષા અહીં મૂકીને જતા રહ્યા છે અને પછી આવીને લઈ જશે. ત્યારબાદ દુકાન માલીકને દુર્ગંધ આવતા આસપાસમાં તપાસ કરી પરંતુ ક્યાંય કશું જ મળી આવ્યું નહી જ્યારે પોતાની દુકાનની આસપાસ આવે ત્યારે તીવ્ર દુર્ગંધ આવતી હતી. 

એટલું જ નહી કારીગર પણ બે દિવસથી તેમના ઘરમાં જ સૂઈ જતો હતો. જેથી શંકા જતા ફરિયાદીએ પોતાની દુકાન ખોલાવી અને પોલીસને જાણ કરીને તપાસ કરાવતા ઈસ્ત્રી કરવાની જગ્યા નીચે પથ્થરની નીચે વૃદ્ધની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે તપાસ કરતા વૃદ્ધના ગુપ્ત ભાગે તિક્ષ્ણહથિયારથી ઈજા કરવામાં આવી હોવાના નિશાન પણ મળી આવ્યા હતા. જેથી કાગડાપીઠ પોલીસને આરોપેી ઉપર શંકા જતા તેની સઘન પૂછપરછ કરતા વૃદ્ધ મૃતકે આરોપીના રૃા.૪૦ હજાર ચોરી લીધા હોવાની શંકા આરોપીને હતી જેના લીધે આરોપીએ વૃદ્ધની હત્યા કરી હતી.


Tags :