Get The App

-આજે મધર્સ ડે : સંતાનોને કિડની ડોનેટ કરવામાં પિતા કરતાં માતાનું પ્રમાણ બમણું

છેલ્લા પાંચ વર્ષમાં ૪૪૮ માતા જ્યારે ૧૯૯ પિતાએ તેમના સંતાનોને કિડની આપી

Updated: May 14th, 2023

GS TEAM

Google News
Google News

અમદાવાદ,શનિવાર

માતા-પિતા એક એવી ઢાલ છે જેઓ તેમના સંતાનને ઉઝરડો પણ પડે નહીં તેના માટે જીવ આપી દેવાથી એક ક્ષણનો પણ ખચકાટ અનુભવતા નથી. સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી ઈન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી) ખાતે છેલ્લા પાંચ વર્ષમાં માતા-પિતા દ્વારા કિડની ડોનેશનની ૬૪૭ ઘટના નોંધાઇ છે. જેમાં માતા દ્વારા કિડની ડોનેશનનું પ્રમાણ ૪૪૮ જ્યારે પિતા દ્વારા કિડની ડોનેશનનું પ્રમાણ ૧૯૯ છે.

વર્ષ ૨૦૧૮થી ૨૦૨૨ દરમિયાન માતા દ્વારા પુત્રીને કિડની ડોનેશનની ૬૦ જ્યારે પુત્રને કિડની ડોનેશનની ૩૮૮ ઘટના જોવા મળી છે. આ અંગે આઇકેડીઆરસીના ડિરેક્ટર ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું કે, 'કોઇ પણ માતા-ુપિતા તેમના સંતાનને એક ક્ષણ માટે પણ પીડા કે દુઃખમાં જોઇ શકતા નથી. સંતાનને કિડની આપવાની વાત આવે તો વિશેષ કરીને માતા એક ક્ષણનો વિલંબ કર્યા વિના તૈયાર થઇ જતી હોવાના કિસ્સા અવાર-નવાર જોવા મળે છે. '

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદની ગુજરાત મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે માતા દ્વારા પુત્રને કિડની આપવાની પ્રેરણાત્મક ઘટના જોવા મળી હતી. જેમાં છેલ્લા કેટલાક મહિનાથી કિડનીના ગંભીર રોગનો સામનો કરી રહેલા અક્ષય ડાંગોદરાને માતા ભાનુબહેન ડાંગોદરાએ કિડની આપી છે.

 

કિડની ઈન્સ્ટિ. ખાતે માતા-પિતા દ્વારા બાળકોને કિડની ડોનેશન

ડોનેશન                ૨૦૧૮ ૨૦૧૯ ૨૦૨૦ ૨૦૨૧ ૨૦૨૨

પિતા દ્વારા પુત્રીને       ૦૭     ૦૫     ૦૩     ૧૦     ૦૪

પિતા દ્વારા પુત્રને        ૩૧     ૪૭     ૨૪     ૩૪     ૩૪

માતા દ્વારા પુત્રીને       ૧૩     ૧૭     ૦૭     ૦૯     ૧૪

માતા દ્વારા પુત્રને       ૮૫     ૯૬     ૪૦     ૭૮     ૮૯

(* આઇકેડીઆરસી દ્વારા રજૂ કરાયેલા આંકડા.)

 

Tags :