Get The App

રાયખડથી અપહરણ કરાયેલી માસૂમ બાળકી સીસીટીવી ફૂટેજ આધારે કાલુપુરથી મળી

માતા કુદરતી હાજતે જતાં અજાણી વ્યક્તિ દ્વારા ચાર વર્ષની બાળકીનું અપહરણ

સીસીટીવી ફૂટેજ આધારે ગણતરીના કલાકોમાં બાળકીને શોધી કાઢી

Updated: Jun 3rd, 2024

GS TEAM

Google News
Google News
રાયખડથી અપહરણ કરાયેલી માસૂમ બાળકી સીસીટીવી ફૂટેજ આધારે કાલુપુરથી મળી 1 - image

અમદાવાદ,સોમવાર

રાયખડ વિસ્તારમા શ્રમજીવી  મહિલા પોતાની ચાર વર્ષની બાળકી સાથે ફૂટપાથ ઉપર સૂતી હતી. ગઇકાલે સવારે મહિલા કુદરતી હાજતે ગઇ હતી ત્યારે અજાણી વ્યકિત તેનું અપહરણ કરીને નાસી ગઇ હતી. ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરીને બાળકીને કાલુપુર વિસ્તારમાંથી શોધી કાઢી હતી અને તેની માતાને સુપરત કરી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

ગાયકવાડ હવેલી પોલીસે શહેરના સીસીટીવી ફૂટેજ આધારે ગણતરીના કલાકોમાં બાળકીને શોધી કાઢીને માતા સાથે મિલન કરાવ્યું

રાયખડ ચાર રસ્તા ઉપર ફૂટપાથ ઉપર પોતાના મિત્ર અને ચાર વર્ષની બાળકી સાથે આશરો લઇ રહેલી ૨૬ વર્ષની મહિલાએ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી કે તા. ૧ના રોજ રાત્રે જમી પરવાની પોતાની દિકરી સાથે ફૂટપાથ ઉપર સૂતી હતી અને બીજા દિવસ વહેલી સવારે કુદરતી હાજતે જઇને પરત આવી ત્યારે તેમની ચાર વર્ષની દિકરી ત્યાં હાજર ન હતી જેથી મહિલાએ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગાયકવાડ હવેલી પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઇને આસપાસના સીસીટીવી ચેક કરતાં ગઇકાલે સવારે એેક યુવક દુકાનના ઓટલા ઉપર બેઠેલો હતો અને મોકો મળતા બાળકીને ઉચકીને લઇ જતો નજરે પડતો હતો. જેથી પોલીસે રાયખડથી કાલુપુર સુધીના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરીને બાળકીને શોધી કાઢીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Tags :