અમદાવાદ જિલ્લામાં 2.20 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર સંપન્ન
- પાંચ તાલુકામાં 81 હજારથી વધુ હેક્ટરમાં ડાંગર વવાઇ
- 77,599 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું, તા.15 ઓગષ્ટ પછી એરંડાનું વાવેતર કરવામાં આવશે
અમદાવાદ,તા.20 જુલાઇ 2020, સોમવાર
અમદાવાદ જિલ્લામાં ખરીફ વાવેતર પુરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લામાં ૮૧,૬૬૦ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થવા પામ્યું છે. જ્યારે ૭૭,૫૯૯ હેક્ટરમાં કપાસનું વાવેતર અત્યાર સુધીમાં થઇ ગયું છે. જિલ્લામાં કુલ ૨,૨૦,૫૪૭ હેક્ટરમાં ખરીફ વાવેતર થવા પામ્યું છે. તા.૧૫ ઓગષ્ટ પછી એરંડાનું વાવેતર શરૂ થશે. આશરે ૭૦ હજાર હેક્ટરમાં એરંડાનું વાવેતર થવાની શક્યતા છે.
સારા વરસાદની આશાઓ વચ્ચે ખેડૂતો ખેતરોમાં પરસેવો પાડી રહ્યા છે. જિલ્લામાં ખરીફ વાવેતરમાં સૌથી વધુ ડાંગરની વાવણી થાય છે. જિલ્લામાં ૮૧,૬૬૦ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. જ્યારે હજુ ૩૦ હજાર હેક્ટરમાં ડાંગરનું વાવેતર ચાલી રહ્યું છે. ધોળકામાં સૌથી વધુ ૨૨,૦૦૦ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થવા પામ્યું છે. દસક્રોઇ, સાણંદ, વિરમગામ, ધોળકા અને બાવળા તાલુકામાંં ડાંગરનું મહત્તમ વાવેતર ખેડૂતો કરતા હોય છે.
ધંધુકા તાલુકામાં સૌથી વધુ ૨૮,૪૪૭ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. તમામ ૯ તાલુકાઓમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે. ધંધૂકા, ધોળકા, ધોલેરા કપાસના વાવેતરમા મોખરે છે.
જિલ્લામાં ૩,૨૬૫ હેક્ટરમાં શાકભાજી વવાઇ છે. ધોળકામાં સૌથી વધુ ૧.૨૦૦ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે. બાજરીનું વાવેતર માંડલ, દેત્રોજ અને ધોળકામાં મળીને કુલ ૪૭૮ હેક્ટરમાં થયું છે. માંડલમાં સૌથી વધુ ૩,૯૭૮ હેક્ટરમાં તુવેરનું વાવેતર થયું છે. જિલ્લામાં ૫,૦૪૬ હેક્ટરમાં તુવેર થઇ છે.
જિલ્લામાં૩,૫૧૧ હેક્ટરમાં મઠ થયા છે. જેમાં દેત્રોજમાં ૨,૪૬૪ હેક્ટર અને માંડલમાં ૯૫૫ હેક્ટરમાં વાવેતર થયું છે.જિલ્લામાં ૧,૬૧૨ હેક્ટરમાં મગ થયા છે. મગ, અડદ, મઠના વાવેતરમાં દેત્રોજ મોખરે છે.
૨,૧૬૨ હેક્ટરમાં અડદનું વાવેતર થયું છે.૧,૨૪૬ હેક્ટરમાં દેત્રોજમાં અને ૮૨૬ હેક્ટરમાં માંડલમાં વાવેતર થવા પામ્યું છે. દસક્રોઇમાં ૧૦૫ , માંડલમાં ૨૫ અને દેત્રોજમાં ૪૭ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જિલ્લામાં તલનું વાવેતર ૯૦૪ હેક્ટરમાં, ૪૧૮ હેક્ટરમાં દિવેલા, ૪૩૧ હેક્ટરમાં ગુવાર(ગમ દાણા) અને ૪૩,૨૮૪ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થવા પામ્યું છે.
સામાન્ય રીતે અમદાવાદ જિલ્લામાં ૩.૫૦ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થતું હોય છે. આ વર્ષે રેકોર્ડબ્રેક વાવેતર થવાની શક્યતાઓ રહેલી છે.દસક્રોઇ તાલુકામાં ખેડૂતોની જરૂરિયાત મુજબ સિંચાઇ ખાતા દ્વારા ખારીકટ કેનાલમાં પુરતા પ્રમાણમાં નર્મદાનું સિંચાઇનું પાણી છોડતા ડાંગરના પાકને મોટો ફાયદો થયો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ગુજરાતમાં 64.28 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થયું
ગુજરાતમાં ૬૪,૨૮,૫૫૦ હેક્ટરમાં ખરીફ વાવેતર તા.૨૦ જુલાઇ સુધીમાં થઇ જવા પામ્યું છે. જે કુલ વાવેતરના ૭૫.૭૨ ટકા જેટલું થાય છે. જે ગત વર્ષ કરતા ૧૦ લાખ હેક્ટર વધુ વાવેતર દર્શાવે છે. રાજ્યમાં ૨૦.૧૮ લાખ હેક્ટરમાં મગફળી, ૨૧,૪૭ લાખ હેક્ટરમાં કપાસ, ૩.૫૨ લાખ હેક્ટરમાં ડાંગર, ૧.૪૪ લાખ હેક્ટરમાં બાજરી, ૨.૬૧ લાખ હેક્ટરમાં મકાઇનું વાવેતર થયું છે.મગફળી, તલ અને સોયાબીનમાં ૧૦૦ ટકાથી વધુ વાવેતર થવા પામ્યું છે.
અમદાવાદમાં કયા તાલુકામાં કેટલા હેક્ટર વાવેતર થયું ?
તાલુકો |
ડાંગર |
કપાસ |
કુલ વાવેતર |
દસક્રોઇ |
૧૩,૯૪૫ |
૧૬૭ |
૧૭,૦૧૧ |
સાણંદ |
૨૫,૧૭૦ |
૭૭ |
૨૭,૪૮૪ |
વિરમગામ |
૨,૧૭૦ |
૬,૭૫૯ |
૨૩,૬૫૫ |
માંડલ |
- |
૫,૪૦૦ |
૧૮,૯૦૨ |
દેત્રોજ |
- |
૧,૯૬૭ |
૧૦,૫૦૯ |
ધોળકા |
૨૨,૦૦૦ |
૧૯,૦૫૫ |
૪૮,૯૮૦ |
બાવળા |
૧૮,૩૭૫ |
૧,૦૪૦ |
૨૨,૨૦૭ |
ધંધૂકા |
- |
૨૮,૪૪૭ |
૩૨,૬૫૮ |
ધોલેરા |
- |
૧૪,૬૮૭ |
૧૯,૧૪૧ |
કુલ |
૮૧,૬૬૦ |
૭૭,૫૯૯ |
૨,૨૦,૫૪૭ |