મુંબઈ જયપુર ટ્રેનની નીચે કપાઈ જવાથી કારેલીબાગની વૃદ્ધાનું મોત
image : Freepik
વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર
મુંબઈ જયપુર ટ્રેનની નીચે કપાઈ જવાથી કારેલીબાગ વિસ્તારમાં રહેતા વૃદ્ધાનું મોત નીપજયું હતું.
કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ નજીક આવેલા જલારામ નગરમાં રહેતા 62 વર્ષીય મીનાબેન લાલાભાઇ માળી રેલવે સ્ટેશન પર ગયા હતા ત્યારે મુંબઈ જયપુર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનની નીચે અકસ્માતે આવી જવાથી કપાઈ મર્યા હતા.
રેલવે પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.