Get The App

આગામી વર્ષના ઈજનેરી પ્રવેશ માટે JEE મેઈન બે જ વાર લેવાશે

ચાર સેશનની પરીક્ષા બદલે હવે બે સેશનની પરીક્ષાના આધારે ૨૦૨૨-૨૩ના પ્રવેશ થશે

Updated: Mar 2nd, 2022

GS TEAM

Google News
Google News
આગામી વર્ષના ઈજનેરી પ્રવેશ માટે JEE મેઈન બે જ વાર લેવાશે 1 - image

અમદાવાદ,

ઈજનેરી પ્રવેશ માટેની જેઈઈ મેઈન પરીક્ષા હવે આ વર્ષે બે જ સેશનમાં લેવાશે એટલે કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષમાં ઈજનેરી સંસ્થાઓમાં પ્રવેશ માટે બે જ સેશનની પરીક્ષા થશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા અંતે જેઈઈ મેઈનની ૨૦૨૨ના વર્ષની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવાઈ છે.છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ-વાલીઓ પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા હતા.ગત વર્ષે ડિસેમ્બરમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરી દેવાયુ હતુ અને ફેબુ્રઆરીમાં પ્રથમ સેશનની પરીક્ષા લેવાઈ પણ ગઈ હતી.પરંતુ આ વર્ષે ફેબુ્રઆરી સુધી પરીક્ષાની તારીખો પણ જાહેર કરાઈ ન હતી.આજે પહેલી માર્ચે અંતે પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાઈ છે અને જે મુજબ એપ્રિલમાં ૧૬થી૨૧ એપ્રિલ દરમિયાન પ્રથમ સેશનની પરીક્ષા લેવાશે જ્યારે મેમાં ૨૪થી ૨૯ મે દરમિયાન બીજા સેશનની પરીક્ષા લેવાશે.બંને સેશનમાં છ-છ દિવસ પરીક્ષા હશે.

મહત્વનું છે કે આ વર્ષે માત્ર બે જ સેશનની પરીક્ષા થશે.ગત વર્ષથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા વર્ષમાં ચાર સેશનની પરીક્ષા કરાઈ છે.જો કે આ ચાર વાર પરીક્ષા એક જ વાર લઈ શકાઈ છે.આ વર્ષે હવે એપ્રિલ અને મે એમ બે જ સેશનની પરીક્ષા થશે.નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ઈજનેરી પ્રવેશ માટે જેઈઈ મેઈન માત્ર બે સેશનમાં થશે.એનટીએ દ્વારા પેપર-૧ અને પેપર-૨ની પરીક્ષા અને માર્કિંગ પેટર્ન પણ જાહેર કરાઈ છે.