ITI પાસ વિદ્યાર્થીેને ડિપ્લોમાના બીજા વર્ષમાં કોઈ પણ બ્રાંચમાં પ્રવેશ મળશે
આઈટીઆઈ જે બ્રાંચમાં પાસ કર્યુ હોય તેના સિવાયની અન્ય કોઈ પણ બ્રાંચમાં ડિપ્લોમા ઈજનેરીની તક મળશે
અમદાવાદ
શૈક્ષણિક
વર્ષ ૨૦૨૨-૨૩થી એટલે કે આ વર્ષથી ધો.૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરીમાં વિજ્ઞાાન અને
અંગ્રેજી વિષય સાથે બેઝિક કે સ્ટાન્ડર્ડ ગણિત રાખી પાસ થનારા કોઈ પણ વર્ષના કોઈ પણ
બોર્ડના વિદ્યાર્થીને પ્રવેશ મળશે.જ્યારે આઈટીઆઈ પાસ વિદ્યાર્થીઓને ડિપ્લોમા
ઈજનેરીના બીજા વર્ષમાં સીટુડી હેઠળ હવે કોઈ પણ બ્રાંચમાં સીધો પ્રવેશ મળશે.આઈટીઆઈ
પાસ અને ટેકનિકલ હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઈજનેરીમાં આર્ટિફિશિયલ
ઈન્ટેલિજન્સી,કમ્પ્યુટર એન્જિનિયરિંગ સહિતની ઈમર્જિંગ બ્રાંચમાં પણ પ્રવેશ લઈ શકશે
આઈટીઆઈ પાસ
કરેલા તેમજ ટીઈબીના વિવિધ કોર્સ પાસ કરેલા ટેકનિકલ હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓને
ડિપ્લોમા ઈજનેરીના પ્રથમ-બીજા વર્ષમાં પ્રવેશ અપાય છે. સીટુડી એટલે કે સર્ટિફિકેટ
ટુ ડિપ્લોમા અંતર્ગત આઈટીઆઈ પાસ વિદ્યાર્થીને સીધો બીજા વર્ષમાં પ્રવેશ મળે છે પરંતુ
આ વિદ્યાર્થીઓએ નિયમ મુજબ બ્રીજ કોર્સ કરવાનો હોય છે. સરકારે ૦૨૨-૨૩ના વર્ષમાં
આઈટીઆઈ-ટીઈબી અને આઈજીટીઆરના ધો.૧૦ બાદ બે વર્ષના પ્રમાણપત્રો ધારકો માટે ડિપ્લોમા
બીજા વર્ષમાં બ્રીજ કોર્સ વગર સીધા પ્રવેશ માટેનો મહત્વનો નિર્ણય કર્યો છે.જેમાં
વિદ્યાર્થીને ડિપ્લોમા ઈજનેરીમાં સીટુડી હેઠળ કોઈ પણ બ્રાંચમાં પ્રવેશ મેળવી શકશે.
આ માટે જુદા જુદા ગુ્રપ બનાવવામા આવ્યા છે.ફીટર કે ક્રાફ્ટમેન સહિતની બ્રાંચમાં
પાસ કરેલા વિદ્યાર્થી હવે મીકેનિકલ,સિવિલ
સહિતની કોઈ પણ બ્રાંચમાં ડિપ્લોમા કરી શકશે.આ ઉપરાંત એનસીવીટી અથવા જીસીવીટી દ્વારા
માન્ય આઈટીઆઈ, આઈજીટીઆર
દ્વારા આયોજિત અથવા ટીઈબી દ્વારા માન્યબે વર્ષના કોર્સના પ્રમાણપત્ર ધારકો
માટે નવા ઈમર્જિંગ ડિપ્લોમા અભ્યાસક્રમોનો ઉમેરો કરવામા આવ્યો છે.જે મુજબ આઈટીઆઈ
પાસ વિદ્યાર્થી પણ અન્ય ધો.૧૦ પાસ વિદ્યાર્થીની જેમ કમ્પ્યુટર, રોબોટ્કિસ,એઆઈ સહિતની ઈમર્જિંગ બ્રાંચીસમાં પ્રવેશ
મેળવી શકશે.
વર્ષ
૨૦૨૨-૨૩થી એટલે કે આ વર્ષથી ધો.૧૦ પછીના ડિપ્લોમા પ્રથમ વર્ષમાં પ્રવેશની
પ્રક્રિયામા કોઈ પણ વર્ષમાં માન્ય
બોર્ડમાંથી ધો.૧૦ ગણિત-બેઝિક કે સ્ટાન્ડર્ડ ગણિત તથા વિજ્ઞાાન અને અંગ્રેજી સાથે
પાસ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશપાત્ર ગણવામા આવશે. આઈઈસીટીઈ દ્વારા જાહેર કરાયેલી
સ્વનાથ સ્કોલરશિપની ટેકનિકલ કોલેજો માટેની સ્કીમ અંતર્ગત કોરોનામાં માતા-પિતા
ગુમામવનાર બાળકોને સુપર ન્યુમરી બેઠકોમાં પ્રવેશ મળશે અને આ માટે દરેક કોલેજમાં બે
-બે બેઠકો સુપર ન્યુમરી તરીકે અપાશે. આ
સ્કીમ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન્ સ્કીમ -૨૦૨૧
અંતર્ગત સ્કોલરશિપ પણ મળશે.