For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતે ટેકનોલોજી લીડર બનવુ પડશેઃ ટેકનોલોજી સિક્યુરિટીની જરૂર

ઈસરો પૂર્વ ચેરમેન કે.રાધાક્રિષ્નને વકતવ્યમાં જણાવ્યું

આજે ઘણું રીસર્ચ ભારતમાં થાય છે પણ ભારતની બૌદ્ધિક સંપદાનો વિદેશ ફાયદો લે છેઃ ભારતને થવો જોઈએ

Updated: Dec 4th, 2022

Article Content Imageઅમદાવાદ

ઈસરોના પૂર્વ ચેરમેન અને ભારતના હાલના નેશનલ સિક્યુરિટી એડવાઈઝરી બોર્ડના મેમ્બર તેમજ સ્પેસ કમિશનના મેમ્બર ડૉ.કે રાધાક્રિન્નને આજે અમદાવાદ યુનિ.ના ૧૨મા વાર્ષિક પદવીદાન પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યુ કે મેડિકલ સહિતના કેટલાક કોર -ક્રિટિકલ સેકટર્સમાં હજુ પણ આપણે પાછળ છીએ,આપણે ૮૦થી૯૦ ટકા મેડિકલ સાધનો આયાત કરવા પડે છે .જેથી હવે ભારતે ટેકનોલોજી લીડર આ ક્ષેત્રોમાં પણ બનવુ પડશે અને અન્ય સિક્યુરિટીની જેમ ટેકનોલોજી સિક્યુરિટીની પણ જરૃર છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ૨૦૦૯થી૨૦૧૪ સુધી અધ્યક્ષ રહેલા અને આજે કેન્દ્ર સરકારની ઘણી મહત્વની સંસ્થાઓમાં ઉચ્ચ પદે કાર્યરત એવા વૈજ્ઞાાનિક ડૉ.કે રાધાક્રિષ્નને જણાવ્યું કે ભારત આજે આઝાદીના ૭૫ વર્ષના સ્ટેજ પર ઉભુ છે અને હવે ૨૦૪૭ એટલે કે આઝાદીના ૧૦૦ વર્ષના વિઝન પર નજર છે ત્યારે ભારતે ટેકનોલોજીમાં લીડર બનવુ પડશે. આજે ભારતની દુનિયામાં પોઝિશન મહત્વની છે પરંતુ સાથે ભારતનો રોલ અને રીસ્પોન્સિબિલિટી પણ મહત્વના છે. આજે યુવાનો સામે સસ્ટેનિબિલિટી ડેવલપમેન્ટ, કલાઈમેન્ટ ચેન્જ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના ઘણા પ્રશ્નો છે. આજે દેશમાં પ્રગતિ સાથે ડેમોગ્રાફિક ડિવિડન્ટની પણ વાત કરવામા આવે છે પરંતુ ડેમોગ્રાફિક ડિવિડન્ટ મુદ્દે યોગ્ય રીતે આયોજન થવુ જોઈએ નહીંતર ડેમોગ્રાફિક ડિઝાસ્ટર પણ સાબીત થઈ શકે છે.આજના યુવાનો પાસે ઘણી શક્તિ છે, રીસર્ચ-સંશોધન અને ઈનોવેશનની તાકાત છે અને ૨૦૪૭ના ભારતને તૈયાર કરવા માટે યુવાનોની મોટી જવાબદારી છે.જેઓ જ નવા ભારતને આકાર આપી શકશે. ટેકનોલોજીની વાત કરીએ તો મેડિકલ સહિતના કેટલાક ક્રિટિકલ સેકટર અને સ્ટ્રેટેજિકલ સેકટરમાં હજુ પણ આપણે આયાત પર નિર્ભર છીએ,.કેટલાક ક્ષેત્રમાં હજુ પણ આપણે પાછળ છીએ.  મેડિકલમાં ૮૦થી૯૦ ટકા સાધનો આયાત કરવા પડ છે. આપણે એક્સપોર્ટ પણ કરીએ છીએ પરંતુ હજુ પણ ટેકનોલોજી ક્ષેત્રે આયાત નિર્ભરતા ઘટાડવી પડશે.

ભવિષ્યની દિશામાં આગળ વધતા આપણે કેટલાક એરિયામાં ટેકનોલોજી લીડર બનવુ પડશે. ઉપરાંત પહેલાના સમયમાં જ્યાં ટેકનોલોજી એટલી બધી નહોતી ત્યારે પાંચ વર્ષે અપટેડ થવુ પડતુ હતુ પરંતુ હવે ટેકનોલોજી ઝડપથી બદલાય છે અને છ મહિનામાં અપડેટ થવુ પડ છે.ટેકનોલોજી સાથે ઝડપથી બદલાવુ પડે છે.આગળ હજુ પણ સમય ઘણો ઝડપી આવશે. મેન્યુફેકચરિંગ અને મટીરિયલ ટેકનોલોજી ઈજનેરી ક્ષેેત્રે સ્વનિર્ભર ભારત માટે ખૂબ જ મહત્વની છે. અગાઉ વર્ષો પહેલા આપણે ત્યાં ટેકસટાઈલ સહિતની ઘણી રીસર્ચ ટેકનોલોજી હતી પરંતુ સમય જતા ફરીથી આપણે મશીનરી પ્રોડ્કટસ માટે આયાત પર નિર્ભર થયા છીએ. કે.રાધાક્રિષ્નને વધુમાં કહ્યુ કે દેશની શિક્ષણ સંસ્થાઓ-ઉચ્ચ સંસ્થાઓમાં ઘણું રીસર્ચ થાય છે,રીસર્ચ સ્કોલર્સ-સ્ટુડન્ટસ,સારા ફેકલ્ટી પણ ,ટેલેન્ટેડ માઈન્ડ પણ છે પરંતુ બેંગલારુ કે જ્યાં આજે ઘણા યુવાનો રીસર્ચ પર સારુ કામ કરે છે પરંતુ આપણી આ બૌદ્ધિક સંપદાનો ફાયદો વિદેશ ઉઠાવે છે. ભારત માટે બૌદ્ધિક સંપદા વપરાવી જોઈએ.દેશ માટે-સમાજ માટે કામ થવુ જોઈએ-સંશોધન થવુ જોઈએ.અમદાવાદ યુનિ.ના ૧૨માં કોન્વોકેશનમાં મેનેજમેન્ટમાં ૨૦૫, સાયન્સ-આર્ટસમાં ૨૭  અને ૨૦૭ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ-અપ્લાઈડ સાયન્સમાં પદવી અપાઈ હતી.

 

Gujarat