Get The App

દસ્તાવેજ માટે ગરવી ૨.૦ સિસ્ટમ લાગુ કરી છતાં નોંધણીમાં તકલીફો

મિલકતની વિગતો બરાબર ન નોંધાતા બેન્ક વાંધા ઊભા કરતી હોવાથી ખરીદનાર પરેશાન

Updated: Oct 31st, 2022

GS TEAM


Google News
Google News
દસ્તાવેજ માટે ગરવી ૨.૦ સિસ્ટમ લાગુ કરી છતાં નોંધણીમાં તકલીફો 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

ગુજરાત સરકારે દસ્તાવેજોની નોંધણી માટે ગરવી ૨.૦ નામની નવી સિસ્ટમ દાખલ કરી હોવા છતાંય દસ્તાવેજોની નોંધણી કરતી વેળાએ કરવામાં આવતા રેકોર્ડિંગમાં દસ્તાવેજમાં દર્શાવેલી મિલકતની વિગતો બરાબર આવતી જ નથી.

દસ્તાવેજની નોંધણી અંગેના જાણકાર અને નિષ્ણાતોનું કહેવું છે કે ગરવી ૨.૦ સિસ્ટમમાં મિલકતની વિગતો આપતું રેકોર્ડીંગ ફોર્મ દસ્તાવેજનાં ભાગ જ ગણાય છે. તેથી ફોર્મમાં યોગ્ય વિગતો ન છપાય તો મિલકત નામે ચઢાવવામાં તથા જો લોનથી મિલ્કત ખરીદવામાં આવતી હોય ત્યારે બેંક દ્વારા અવાર નવાર વિખવાદ ઊભા કરવામાં આવે તેવી નોબત આવી શકે છે. 

આ બાબતે સબ-રજીસ્ટ્રારની કચેરીમાં રજૂઆત કરતાં એવો જવાબ આપવામાં આવી રહ્યો છે કે, રેકોર્ડીંગ ફોર્મ એ ખૂબ મોટી પ્રોસેસ ફોલો કર્યા બાદ તૈયાર કરવામાં આવેલું છે. હવે તેમાં કોઇપણ ફેરફાર કરતાં પહેલા લાંબી પ્રોસેસ કરવી પડે તેમ છે અને તેમાં ખૂબ સમય જાય તેમ છે. તેની સામે દસ્તાવેજ કરાવનારાઓની માગણી છે કે રેેકોર્ડીંગ ફોર્મમાં સુધારો ન થાય ત્યાં સુધી સિસ્ટમ જનરેટેડ રેકોર્ડીંગ ફોર્મમાં જે તે સબ-રજીસ્ટ્રાર કચેરીમાં મિલકતનું વર્ણન પરિશિષ્ટ મજબનું છે તેવો શેરો મારી પોતાની સહી કરી આપવી જોઈએ.

તેમ શક્ય ન હોય તો સિસ્ટમ જનરેટેડ રેકોર્ડીંગ ફોર્મનો આગ્રહ ન રાખતા મેન્યુઅલ રેકોર્ડીંગ ફોર્મ પહેલાની માફક ભરાવીને દસ્તાવેજમાં મૂકી રાખવાની પ્રથાને અનુસરવામાં આવશે તો વિવાદ થતાં અટકશે. 

Tags :