જાવ બધા જ પાસ : ધો.12 સાયન્સમાં માસ પ્રમોશનને બદલે 'રૂપાળું' નામ અપાયું
145 માર્કસનું ગ્રેસિંગ: બોર્ડના ઇતિહાસની પ્રથમ ઘટના
ગત વર્ષના માત્ર 44 A1 ગ્રેડ વિદ્યાર્થી સામે આ વર્ષે 3,245 વિદ્યાર્થીને
A1 ગ્રેડ : 63,028 વિદ્યાર્થી અને 44,236 વિદ્યાર્થિની પાસ
અમદાવાદ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સાયન્સનું પરીક્ષા વગરનું પરિણામ જાહેર કરી દેવામા આવ્યુ છે.જે બોર્ડના ઈતિસામાં પ્રથમવાર 100 ટકા રહ્યુ છે.
સરકારે ધો.10ની જેમ ધો.12 સાયન્સમાં માસ પ્રમોશન તો જાહેર કર્યુ નથી પરંતુ ધો.10ના 71 ટકા મુજબના 50 ગુણ સાથેની એવી ફોર્મ્યુલા તૈયાર કરી હતી કે ચાલુ વર્ષના તમામ નિયમિત 1.07 લાખ વિદ્યાર્થી પાસ થઈ ગયા છે.જ્યાં ધો.10માં 195થી વધુ માર્કસનું ગ્રેસિંગ અપાયુ હતુ ત્યાં ધો.12 સાયન્સમાં ઘણા 145 માર્કસ સુધીનું ગ્રેસિંગ આપવામા આવ્યુ છે.
કોરોનાને પગલે ધો.10-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની નિયમિત વિદ્યાર્થીઓની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા રદ કરી દેવામા આવી છે અને ધો.12માં માસ પ્રમોશન શબ્દ વાપર્યા વગર તમામને પાસ કરવાની સરકારે નક્કી કરેલી ફોર્મ્યુલા મુજબનું આજે 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે.
આ ફોર્મ્યુલા મુજબ ધો.10ના પરિણામના 50 ગુણ અને ધો.11ની પરીક્ષાઓના 25 ગુણ તથા ધો.12ની સામાયિક અને એકમ કસોટીના 25 ગુણ સાથે 12 સાયન્સનું પરિણામ તૈયાર કરાયુ છે.જેમાં ચાલુ વર્ષના તમામ 1,07,264 રેગ્યુલર વિદ્યાર્થી પાસ થઈ ગયા છે.ગત વર્ષે જ્યાં માત્ર 44 વિદ્યાર્થીને 91થી100 માર્કસની રેન્જમાં એ-1 ગ્રેડ હતો ત્યારે આ વર્ષની સરકારની માસ પ્રમોશનની ફોર્મ્યુલામાં માર્કસની લ્હાણી થતા 3245 વિદ્યાર્થીને એ-1 ગ્રેડ છે.
ગ્રેડિંગ મુજબ ગત વર્ષે એ-2માં 2576 વિદ્યાર્થી હતા ત્યારે આ વર્ષે 15284, બી1માં 9637 હતા અને આ વર્ષે 24757 વિદ્યાર્થી છે. બી2માં 17174 વિદ્યાર્થી સામે આ વર્ષે 26831 અને સી1માં 23841 વિદ્યાર્થી સામે આ વર્ષે 22174 વિદ્યાર્થી છે.ગત વર્ષે 83111 વિદ્યાર્થી પાસ થતા 71.34 ટકા પરિણામ હતુ ત્યારે આ વર્ષે 1.07 લાખ વિદ્યાર્થી પાસ થતા 100 ટકા પરિણામ છે.
મહત્વનું છે કે સીબીએસઈ દ્વારા જ્યાં ધો.10ના 30 અને ધો.11ના 30 ટકા અને ધો.12ના સૌથી વધુ 40 ટકા પરિણામ તૈયાર કરવામા ધ્યાને લેવાયા છે ત્યારે ગુજરાત બોર્ડની ફોર્મ્યુલામાં ધો.10ના પરિણામના 50 ગુણ છે અને જેને ટકાવારી મુજબ 71 ટકા નક્કી કરવામા આવ્યા છે. જેના લીધે વિદ્યાર્થીઓને મોટો ફાયદો થઈ ગયો છે અને અનેક વિદ્યાર્થી એવા છે કે માત્ર ધો.10ના પરિણામના આધારે જ પાસ થઈ ગયા છે.જ્યારે 289 વિદ્યાર્થી 33 ટકા કરતા પણ ઓછા માર્કસ સાથે ઈ1 ગ્રેડમાં છે અને ચાર વિદ્યાર્થી એવા છે કે જેઓને 20 કરતા પણ ઓછા માર્કસ હતા.
પરંતુ આ તમામ 290થી વધુ વિદ્યાર્થીને ફુલ્લી ગ્રેસિંગ અપાયુ છે અને 200થી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓને ધો.10માં ખૂબ જ ઓછા ટકા હોવા ઉપરાંત ધો.11-12ની સ્કૂલોની પરીક્ષા આપી ન હોય અથવા નાપાસ થયા હોય તેવાને 145 માર્કસ સુધીનું ગ્રેસિંગ આપી પાસ કરવામા આવ્યા છે. જ્યારે બોર્ડના 5 માર્કસ સુધીના ગ્રેસિંગ નિયમ મુજબ પાસ થનારા હજારો વિદ્યાર્થીઓ છે.દર વર્ષે જ્યાં 12 સાયન્સના પરિણામમાં છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ વધુ છે ત્યારે આ વર્ષે માસ પ્રમોશનના રિઝલ્ટમાં છોકરીઓ 44236 પાસ થઈ છે અને છોકરાઓ 63028 પાસ થયા છે.
ગૂ્રપવાઈઝ ગ્રેડિંગ મેળવનાર વિદ્યાર્થી
ગ્રેડ |
એ |
બી |
એબી |
એ1 |
1629 |
1614 |
02 |
એ2 |
7780 |
7501 |
03 |
બી1 |
11621 |
13131 |
05 |
બી2 |
10695 |
16133 |
03 |
સી1 |
7319 |
14854 |
01 |
સી2 |
3384 |
8685 |
02 |
ડી |
639 |
1970 |
00 |
ઈ1 |
75 |
214 |
00 |
293 વિદ્યાર્થીને ડીથી ઓછો ગ્રેડ છતા પાસ
ગ્રેડ |
વિદ્યાર્થી |
એ1 |
3245 |
એ2 |
15,284 |
બી1 |
24,757 |
બી2 |
26,831 |
સી1 |
22,174 |
સી2 |
12,071 |
ડી |
2,609 |
ઈ1 |
289 |
ઈ2 |
4 |
100 ટકા પરિણામમાં વિષયવાર પાસ વિદ્યાર્થીઓ
વિષય |
વિદ્યાર્થી |
ગુજરાતી(પ્રથમ) |
1265 |
હિન્દી(પ્રથમ) |
167 |
મરાઠી(પ્રથમ) |
101 |
ઉર્દુ(પ્રથમ) |
83 |
અંગ્રેજી(પ્રથમ) |
27604 |
ગુજરાતી(દ્વિતિય) |
74 |
હિન્દી (દ્વિતિય) |
164 |
અંગ્રેજી (દ્વિતિય) |
79660 |
ગણિત |
43158 |
કેમિસ્ટ્રી |
107264 |
બાયોલોજી |
64122 |
સંસ્કૃત |
40524 |
કોમ્પ્યુટર |
64772 |
ગુજરાતી માધ્યમના 78,045 વિદ્યાર્થી પાસ,24 હજારને એ1
12 સાયન્સના માધ્યમવાર પરિણામમાં ગુજરાતી માધ્યમના 78045, હિન્દી માધ્યમના 1439, મરાઠી માધ્યમના 117 ,ઉર્દુ માધ્યમના 59 અને અંગ્રેજી માધ્યમના 27,604 વિદ્યાર્થી પાસ થયા છે.જેમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓમાં 2403ને એ1,હિન્દી માધ્યમમાં 11 વિદ્યાર્થીને એ1 અને અંગ્રેજી માધ્યમમાં 831 વિદ્યાર્થીને એ1 ગ્રેડ છે.
સામાન્ય વિદ્યાર્થીઓને દિવ્યાંગો કરતા પણ વધુ ગ્રેસિંગ અપાયું
બોર્ડના નિયમ મુજબ દર વર્ષે દિવ્યાંગ કેટેગરીના વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપી પાસ કરવામા આવતા હોય છે ત્યારે આ વર્ષે દિવ્યાંગ કેટેગરીના કુલ 136 વિદ્યાર્થીમાંથી માત્ર 3 જ વિદ્યાર્થી એવા છે કે જઓને 20 ટકા ગ્રેસિંગ ધોરણનો લાભ આપી પાસ કરવા પડયા છે અને ગત વર્ષે કુલ 204માંથી 17 વિદ્યાર્થી ગ્રેસિંગ સાથે પાસ થયા હતા.આ વર્ષે દિવ્યાંગ કરતા સામાન્ય વિદ્યાર્થીઓને વધુ ગ્રેસિંગ આપવુ પડયુ છે.200થી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓને 20 ટકા કરતા પણ વધુ ગ્રેસિંગ આપવુ પડયુ છે.
નિયમિત વિદ્યાર્થી વધુ પાસ છતાં 99થી વધુ પર્સેન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થી ઘટયા
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધો.12 સાયન્સમાં નિયમિત એટલે કે સ્કૂલે જનારા રેગ્યુલર વિદ્યાર્થીઓ કે જેઓની બોર્ડ પરીક્ષા રદ થઈ છે તેવા વિદ્યાર્થી ઘટયા છે.ગત વર્ષે કુલ 1,16,494 નિયમિત વિદ્યાર્થી હતા અને જેમાંથી પાસ થનારા 83111 વિદ્યાર્થી હતા.જેમાંથી ઓવરઓલ થીયરી વિષયોમાં કુલ 1205 વિદ્યાર્થી એવા હતા કે જેઓને 99થી વધુ પર્સેન્ટાઈલ હતા.
આ વર્ષે કુલ નિયમિત વિદ્યાર્થી ગત વર્ષથી ઓછા છે અને જે 1,07,264 છે.પરંતુ માસ પ્રમોશનમાં તમામ પાસ થયા છે અને ગત વર્ષે 24 હજાર વધુ પાસ છતાં 99થી વધુ પર્સેન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થી ઘટયા છે.આ વર્ષે કુલ 1123 વિદ્યાર્થીએ જ 99થી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.જ્યારે સાયન્સ થીયરી સબ્જેક્ટમાં એ ગુ્રપમાં 444 વિદ્યાર્થી અને બી ગુ્રપમાં 687 વિદ્યાર્થીને 99થી વધુ પર્સેન્ટાઈલ છે જે ગત વર્ષે અનુક્રમે 446 અને 748 હતા.
પર્સન્ટાઈલ રેન્ક |
એ ગુ્રપ |
બી ગુ્રપ |
99થી વધુ |
466 |
657 |
98થી વધુ |
868 |
1303 |
96થી વધુ |
1799 |
2637 |
92થી વધુ |
3546 |
5167 |
90થી વધુ |
4442 |
6503 |
85થી વધુ |
6498 |
9786 |
80થી વધુ |
8762 |
12990 |
75થી વધુ |
10879 |
16153 |
70થી વધુ |
13065 |
19485 |
65થી વધુ |
15204 |
22534 |
50થી વધુ |
21737 |
33259 |
40થી વધુ |
26055 |
38704 |
30થી વધુ |
30267 |
45010 |
20થી વધુ |
34642 |
51434 |