Get The App

તારીખ 21મીએ મત આપવા ક્યાં જવાનું છે તેની જાણકારી વેબસાઈટ અને હેલ્પલાઇન નંબર પરથી મળી શકશે

- મતદારો પોતાનું નામ કયા વોર્ડ વિભાગમાં નોંધાયું છે તેની માહિતી પણ પ્રાપ્ત કરી શકશે

Updated: Feb 19th, 2021

GS TEAM

Google News
Google News
તારીખ 21મીએ મત આપવા ક્યાં જવાનું છે તેની જાણકારી વેબસાઈટ અને હેલ્પલાઇન નંબર પરથી મળી શકશે 1 - image

વડોદરા, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તારીખ 21ના રોજ ચૂંટણી યોજાનાર છે કોર્પોરેશનની ૭૬ બેઠક છે અને 279 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે મતદાન માટે 1295 મતદાન મથકો ઉભા કરાયા છે.

ચૂંટણીમાં 14,46,212 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ચૂંટણી વોર્ડ નંબર 1 થી 19 ના મતદારોએ વોટ દેવા ક્યાં જવાનું છે અને પોતાનું નામ કયા વોર્ડ વિભાગમાં નોંધાયું છે તેની જાણકારી ચૂંટણી આયોગની વેબસાઈટ http://secsearch.gujarat.gov.in  પરથી મળી શકશે મતદાનના દિવસે તારીખ 21ના રોજ સવારે આઠથી સાંજના 6 સુધી હેલ્પ લાઈન નંબર 1800-233-7701 પરથી પણ જાણકારી મળી શકશે.

Tags :