Get The App

અમદાવાદમાં ૨૭ દિવસમાં ડેન્ગ્યુના ૪૦૬,ચીકનગુનીયાના ૨૭૭ કેસ નોંધાયા

મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધ્યો

૧૧ મહિનામાં ડેન્ગ્યુના ૨૯૪૨ તેમજ ચીકનગુનીયાના ૧૫૮૪ કેસ,પાણીજન્ય રોગચાળાના પણ વધી રહેલા કેસ

Updated: Nov 30th, 2021

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ૨૭ દિવસમાં ડેન્ગ્યુના ૪૦૬,ચીકનગુનીયાના ૨૭૭ કેસ નોંધાયા 1 - image

અમદાવાદ,મંગળવાર,30 નવેમ્બર,2021

અમદાવાદ શહેરમાં દિવાળી પર્વ બાદ બે ઋતુના કારણે મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધવા પામ્યો છે.૨૭ દિવસમાં ડેન્ગ્યુના ૪૦૬ અને ચીકનગુનીયાના ૨૭૭ કેસ નોંધાયા છે.આ વર્ષે ૧૧ મહિનામાં ડેન્ગ્યુના ૨૯૪૨ તેમજ ચીકનગુનીયાના ૧૫૮૪ કેસ નોંધાયા છે.પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી મચ્છરજન્ય રોગચાળાને ડામવા કરાતી કામગીરી સામે પણ શહેરીજનો સવાલ કરી રહ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ,નવેમ્બર મહિનામાં ૨૭ દિવસમાં મેલેરીયાના ૮૧ કેસ અને ઝેરી મેલેરીયાના ૨૦ કેસ નોંધાયા છે.ડેન્ગ્યુ આ વર્ષે શહેરીજનો માટે ચિંતાનો વિષય બન્યો છે.૨૭ નવેમ્બર સુધીમાં ડેન્ગ્યુના ૪૦૬ કેસ નોંધાયા છે.આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં  ડેન્ગ્યુના ૨૯૪૨ કેસ નોંધાયા છે.વર્ષ-૨૦૨૦માં આખા વર્ષમાં ૪૩૨ કેસ નોંધાયા હતા.ચીકનગુનીયાના ૨૭ નવેમ્બર સુધીમાં ૨૭૭ કેસ નોંધાયા  છે.આ વર્ષે ૧૧ મહિનામાં ચીકનગુનીયાના ૧૫૮૪ કેસ નોંધાયા છે.ગત વર્ષે ૧૨ મહિનામાં ચીકનગુનીયાના ૯૨૩ કેસ નોંધાયા હતા.

પાણીજન્ય રોગચાળામાં ૨૭ નવેમ્બર સુધીમાં ઝાડા-ઉલ્ટીના ૧૯૪ કેસ નોંધાયા છે.કમળાના ૧૨૬ અને ટાઈફોઈડના ૧૬૬ કેસ નોંધાયા છે.ગત વર્ષે ૧૨ મહિનામાં ઝાડા-ઉલ્ટીના ૨૦૭૨ કેસ નોંધાયા હતા.આ વર્ષે ૧૧ મહિનામાં જ ૩૪૪૪ કેસ નોંધાઈ ગયા છે.ગત વર્ષે કમળાના  ૬૬૪ કેસ નોંધાયા હતા.આ વર્ષે ૧૧ મહિનામાં ૧૨૬૧ કેસ નોંધાયા છે.ગત વર્ષે ટાઈફોઈડના ૧૩૩૮ કેસ નોંધાયા હતા.આ વર્ષે અત્યાર સુધીમાં ૧૯૪૯ કેસ નોંધાયા છે.ગત વર્ષે ૧૨ મહિનામાં કોલેરાનો એક પણ કેસ નોંધાયો નહોતો.આ વર્ષે ૧૧ મહિનામાં કોલેરાના ૬૪ કેસ નોંધાયા છે.આ વર્ષે અત્યારસુધીમાં પાણીના લેવામાં આવેલા સેમ્પલના ટેસ્ટ બાદ ૨૦૨ સેમ્પલમાં કલોરીન નીલનો રીપોર્ટ આવ્યો છે.જયારે ૧૭૮ પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.