સરસપુર અને બહેરામપુરા વિસ્તારમાં સંક્રમિત લોકો વધ્યા
- 258 માઈક્રોકન્ટેઈનમેન્ટ વિસ્તાર
- દક્ષિણ ઝોનમાં સંક્રમણ વધતા નવા પાંચ વિસ્તાર નિયંત્રણ હેઠળ મુકવામાં આવ્યા
અમદાવાદ, તા. 01 ઓગસ્ટ, 2020, શનિવાર
શહેરમાં કોરોના સંક્રમણ ઘટવાના દાવા વચ્ચેના દાવાની વચ્ચે વધુ 13 વિસ્તાર માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા શહેરમાં કુલ 258 વિસ્તાર માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે.
મળતી માહીતી અનુસાર,શનિવારે ખોખરાના એડનપાર્ક, મણીનગરના એમ્પાયર હાઉસ,કર્ણાવતી એપાર્ટમેન્ટ, સીટીએમની નુતનવર્ષા સોસાયટી,વેજલપુરની સેંધાજીની ચાલી, સરસપુરની દેસાઈની પોળ, બહેરામપુરાની ભઠીયારાની ચાલી, નિકોલના ઠાકોરવાસ, નારણપુરાના પુજન એપાર્ટમેન્ટ,બોડકદેવના વ્યોમા અને ઈન્દ્રપ્રસ્થ તથા ચાણકયપુરી,સેકટર-ત્રણના જે વિસ્તારમાં કોરોના કેસ વધુ નોંધાયા છે એ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર હેઠળ મુકયા છે.શનિવારે દક્ષિણના પાંચ વિસ્તારમાં નિયંત્રણ મુકવામાં આવ્યું છે.દરમિયાન મ્યુ.શાળાના શિક્ષકો-કર્મચારીઓના કુલ 3565 ટેસ્ટ પુરા થતા પાંચ દિવસમાં કુલ 26 પોઝિટિવ કેસ મળ્યા છે.
મ્યુનિ.ના વધુ એક અધિકારી કોરોના પોઝિટિવ
અમદાવાદ,શનિવાર
શહેરમાં ચાલી રહેલાં કોરોના સંક્રમણની સ્થિતિની વચ્ચે મ્યુનિ.ના વધુ એક ઉચ્ચ અધિકારી કોરોના પોઝિટિવ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.મળતી માહીતી અનુસાર,મ્યુનિ.ના આઈસીડીએસ વિભાગમાં પ્રોજેકટ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા મહીલા અધિકારી મિનલ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તેમના પરીવારના અન્ય સભ્યો જેમાં પૂર્વ કોર્પોરેટર દક્ષેશ મહેતાનો સમાવેશ થાય છે તેમની સાથે બે પુત્રોને પણ તંત્ર દ્વારા હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે,મ્યુનિ.ના આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહીત એક ડઝનથી પણ વધુ કર્મચારીઓ અને અધિકારીઓ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ થયા છે.