કોરોના સંક્રમણમાં વધારો, અમદાવાદમાં કોરોનાના નવા ૧૭ કેસ,૨૨ હજારને વેકિસન અપાઈ
શહેરના પશ્ચિમના વિસ્તારોમાં કોરોનાના નવા કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું
અમદાવાદ,મંગળવાર,23 નવેમ્બર,2021
અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોના સંક્રમણમાં વધારો થતા નવા
૧૭ કેસ નોંધાવા પામ્યા છે.કોરોનાથી એક પણ મોત થયુ નથી. છ દર્દી સાજા થતા તેમને
ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.૨૨ હજારથી વધુ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.પશ્ચિમના
વિસ્તારોમાં કોરોનાના નવા કેસ વધતા મ્યુનિ.તંત્ર હરકતમાં આવ્યુ છે.જે સ્થળોએ મોટી
સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડે છે એવા સ્થળોએ વેકિસન લીધી હોવાનું સર્ટિફીકેટ
ખાસ તપાસવામાં આવે છે.
આ અંગે મળતી માહિતી મુજબ,શહેરમાં મંગળવારે કોરોનાના નવા નોંધાયેલા ૧૪ કેસ પૈકી
મોટાભાગના પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ
અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી મળી આવ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમાં
૪૦૧૭ લોકોને કોરોના વેકિસનનો પહેલો તથા ૧૮૧૧૮ લોકોને રસીનો બીજો ડોઝ મળી કુલ ૨૨૧૩૫
લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી. ઘર સેવા વેકિસનેશનેશન યોજના અંતર્ગત અત્યાર
સુધીમાં કુલ ૩૭૪૪ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા ૩૧૭૦
લોકોને રસી આપવામાં આવી છે.