તુક્કલોના કારણે આગના બનાવોમાં ઘટાડો થયો,માત્ર બે જ બનાવ નોંધાયા
વડોદરા,તા.15 જાન્યુઆરી,2020,બુધવાર
પ્રતિબંધિત તુક્કલોના પ્રમાણમાં ઘટાડો થતાં આગના બનાવોમાં પણ ઘટાડો નોંધાયો છે.
દર વર્ષે તુક્કલોના કારણે આગના એક ડઝનથી વધુ બનાવો બનતા હોય છે.પરંતુ આ વખતે તુક્કલોનું પ્રમાણ ઘટતાં તેની અસર આગના બનાવો પર પડી છે.
ઉત્તરાયણ પર્વ દરમિયાન તુક્કલના કારણે આગના માત્ર બે જ બનાવ નોંધાયા છે.જે પૈકી અકોટા ગાય સર્કલ પાસે એક મકાનના છજામાં આગ લાગતાં કેટલોક સામાન લપેટાયો હતો.જ્યારે વાઘોડિયા રોડ પર ગોરખનાથ મંદિર પાસે એક ઝાડમાં આગ લાગી હતી.બંને બનાવોમાં કોઇ ખાસ નુકસાન થયું નથી.