app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

સેક્ટર-૨૪માં સગીરનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

Updated: Sep 9th, 2023


ગરબા જોવા માટે ગયા બાદ

શંકાસ્પદ મોત અંગે પોલીસે અકસ્માતે મોત દાખલ કરી તપાસ આદરીઃહત્યા કે આત્મહત્યા ઘુંટાતુ રહષ્ય

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર-૨૪માં આવેલા શાકમાર્કેટમાં ૧૭ વર્ષિય સગીરનો લાકડા ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ગઇકાલે ગરબા જોવા ગયા બાદ સગીરે કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે જાણવા પોલીસ મથી રહી છે. જો કે, લાકડાં ઉપર આ પ્રકારે ફાંસો શક્ય છે કે, નહીં તે જાણવા માટે પણ પોલીસ મથામણ કરી રહી છે. હાલ તો આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર શહેરના સેક્ટર-૨૪માં આવેલી ઇન્દીરાનગર વસાહતમાં રહેતા અને મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિથાજી ગંગારામ બાવરીના પરિવારમાં ત્રણ સંતાનો પૈકી ૧૭ વર્ષિય પુત્ર શંકરનો સમાવેશ થયો હતો જે સેક્ટર-૨૪માં જ આવેલી દૂકાનમાં નોકરી કરતો હતો ગઇકાલે રાત્રે જન્માષ્ટમી નિમિત્તે સેક્ટર-૨૪ હનુમાન મંદિરમાં ગરબાનું આયોજન હોવાથી પિથાજી તેમજ શંકર સહિતના પરિવારના સભ્યો ગરબા જોવા માટે ગયા હતા જો કે, રાત્રે પિતા-પુત્ર ઘરે પરત પહોંચ્યા હતા અને આ દરમ્યાન શંકર ફરીથી મિત્રો સાથે ગરબા જોવા નિકળી ગયો હતો. આ દરમ્યાન મોડી રાત સુધી પરત નહીં પહોંચતા પરિવારજનોને ગરબા રમતો હશે તેમ લાગતું હતું દરમ્યાનમાં આજે સવારના સમયે સેક્ટર-૨૪ શાકમાર્કેટ પાસે બે દૂકાનો વચ્ચે તાડપતરી નાંખવા માટે રાખવામાં આવેલા લાકડાં ઉપર ફાંસો ખાધેલી હાલતમાં શંકરનો મૃતદેહ મળી આવ્યો હતો.

જેના પગ પણ જમીન ઉપર લટકતા હતા. જેથી આ અંગે સેક્ટર-૨૧ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. શંકાસ્પદ હાલતમાં થયેલા આ મોત અંગે પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.

 

Gujarat