સેક્સ રેકેટ ચલાવવા મોબાઇલ નંબરની સાથે સાથે વેબસાઇટ પર જ કોલગર્લ ફોટા અપલોડ કરી દેતા હતા
મીડિયાની મદદથી સેક્સ રેક્ટ ચલાવતા બે આરોપીઓને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી કોર્ટમાં
વડોદરા,તા,9,એપ્રિલ,2019,મંગળવાર
ભાડાનું મકાન રાખી કોલગર્લ લાવી દલાલો ઇન્ટરનેટ દ્વારા ગ્રાહકોને બોલાવતા હતાં. સોશિયલ મીડિયાની મદદથી સેક્સ રેક્ટ ચલાવતા બે આરોપીઓને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
કોલગર્લને મજબૂર કરીને લાવ્યા હતા કે સંમતિથી તે મુદ્દે પોલીસની તપાસ શરૃ
આ અંગેની વિગત એવી છે કે, અલકાપુરીમાં ભાડાનું મકાન રાખી સોશિયલ મીડિયા થકી સેક્સરેકટ ચલાવવા ૧. જીવન લાલે ભૂલ (રહે. આનંદ વિહાર ઉત્તમનગર પ.દિલ્હી) ૨. ફૈઝલ બૈદરૃદૂજા શેખ (રહે. ઉમરગંજ જિ.વર્ધમાન પ.બંગાળ) અને ૩. શ્યામ બલરામભાઇ શાર્કે (રહે. કંચનપુર નેપાળ) ને પોલીસે ઝડપી પાડયા હતાં.વોન્ટેડ આરોપી સંદિપે જીવન ભૂલને માસિક ૧૨ હજારના પગારની લાલચ આપી દિલ્હીથી વડોદરા લઇ આવ્યો હતો. અગાઉ મકરપુરા અને ગોત્રી વિસ્તારમાં મકાન ભાડે રાખીને કોલગર્લ રાખી સેક્સરેકટ ચલાવતા હતાં. વેબસાઇટ પર મૂકેલા મોબાઇલ નંબર પર ગ્રાહકોના કોલ આવે ત્યારે જીવન તેજા સાથે વાત કરી વોટ્સએપ પર કોલગર્લના ફોટા મોકકલી આપતો હતો. અને કોલગર્લનો ભાવ સંદિપ નક્કી કરતો હતો. જ્યારે કોઇ ગ્રાહક કોલગર્લને અન્ય હોટલ કે મકાનમાં બોલાવે ત્યારે શ્યામ શાર્ગે કોલગર્લની સાથે જતો હતો. જ્યારે ફૈઝલ શેખે સોકા નામની વેબસાઇટ પર પોતાનો નંબર મુકી સેક્સરેકેટ ચલાવતો હતો. અને તેના પર જ મહિલાઓના ફોટા અપલોડ કરી ગ્રાહકો પસંદ કરે તે કોલગર્લને ગ્રાહકો સાથે મોકલી આપતો હતો. સયાજીગંજ પોલીસે ત્રણે દલાલોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવા જણાવ્યું હતું કે, મહિલાઓને દેહ વિક્રયના ધંધા માટે આરોપીઓ મજબૂર કરીને લાવતા હતા કે પછી સંમતિથી ં? તે અંગે તપાસ કરવાની છે. દલાલોના સંપર્કમાં રહેનાર ગ્રાહકોની તપાસ કરવાની છે.