Get The App

નવા સુધારા મુજબ પોકસોની કલમ (૬)માં ફાંસીની સજાની જોગવાઇ છે

ગેંગરેપની ધૃણાસ્પદ ઘટના અંગેની ફરિયાદમાં વધુ કલમોનો ઉમેરો કરાયો

Updated: Dec 2nd, 2019

GS TEAM


Google News
Google News
નવા સુધારા મુજબ પોકસોની કલમ (૬)માં ફાંસીની સજાની જોગવાઇ છે 1 - image

 વડોદરા,તા,9,ડિસેમ્બર,2019,સોમવાર

પોકસો એકટ હેઠળના કેસોની ગંભીરતા ધ્યાને લઇને સરકાર ઓગસ્ટ મહિનામાં જ આ કાયદામાં નવો સુધારો લાવી હતી. જેમાં પોકસોની કલમ ૬  હેઠળ મૃત્યુ પર્યંત અને ફાંસીની જોગવાઇ કરવામાં આવી છે. 

નવલખી દુષ્કર્મ ઘટનામાં પોલીસે કલમ(૬) શરૃઆતથી જ લગાવી હતી. પરંતુ એમેન્ડમેન્ટ શબ્દ લખ્યો  ન હતો. જે સુધારો એસપી ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યો છે. આ બનાવની મૂળ ફરિયાદમાં જે કલમો લગાવવામાં  હતી તેમાં વધુ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. પોલીસે આઇપીસી કલમ ૩૭૬(૨), ૩૭૬(૩), ૩૭૬ (એમ), ૩૭૬ ડી એ તથા પોકસો એકટની કલમ ૪, ૮ અને ૧૦નો ઉમેરો કર્યો છે. 

સગીર વયના બાળકો પર થતા જાતીય અત્યાચારથી તેમને રક્ષણ આપવા માટે  વર્ષ ૨૦૧૨માં પોસ્કો (પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એકટ) - એકટ ઘડાયા છે. સરકારે આ કાયદામાં ચાલુ વર્ષના જુલાઇમાં સુધારો કરી સગીર પર જાતીય અત્યાચાર ગુજારનારને ફાંસીની સજાની જોગવાઇનો ઉમેરો કર્યો છે. 

Tags :