ઉકળાટ વચ્ચે ગરમીનો પારો 43 ડિગ્રી
ગાંધીનગર,28 મે 2020 ગુરૂવાર
રાજયના પાટનગરમાં છેલ્લા ઘણા દિવસથી સવાર અને સાંજના તાપમાનમાં વધઘટ નોંધાઈ રહી છે. જેના પગલે ગરમીનું આક્રમણ યથાવત્ રહેતાં નગરજનો પરસેવે રેબઝેબ થઈ રહયા છે. ત્યારે ગુરૂવારે સવારનું તાપમાન ર૯ ડિગ્રીએ નોંધાયું હતું. જેમાં દિવસ દરમ્યાન વધારો થવાથી સાંજના સમયે ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ આવીને અટકયો હતો. તો બીજી તરફ ભેજના પ્રમાણમાં અચાનક વધારો થવાના પગલે ઉકળાટનો અનુભવ પણ નગરજનોને દિવસ દરમ્યાન કરવો પડયો હતો. ગરમીની સાથેસાથે ઉકળાટમાં થઈ રહેલા વધારાના પગલે નગરજનોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.